________________
દ્રવ્યાનુયોગની માતા
કે સ્વભાવનુસાર સ્વયં ગતિ કરી રહેલા ચેતન અને જડ પદાર્થોને ગતિમાન થવામાં તે સહાય કરે છે. અહીં સ્વાભાવિક જ એવે પ્રશ્ન થવા સંભવ છે કે, જ્યારે એક દ્રવ્ય સ્વભાવથી ગતિશીલ છે, તે અન્ય દ્રવ્યની સહાયતાની આવશ્યક્તા શી?” તેનું સમાધાન એ છે કે માછલીમાં તરવાની સ્વાભાવિક શક્તિ છે, છતાં જલ વિના તે તરી શકતી નથી, તેમ ચેતન અને જડ પદાર્થોમાં સ્વયં ગતિ કરવાની શક્તિ છે, પણ તેઓ ધર્માસ્તિકાયની સહાય વિના ગતિ કરી શક્તા નથી. આધુનિક વિજ્ઞાનિકે એ પણ આ વાતને સ્વીકાર કર્યો છે કે કઈ પણ પદાર્થ આકાશમાં ગતિ કરે છે, તે ઇંથર નામના એક અદશ્ય પદાર્થના આધારે કરે છે. ઈથરના સ્વરૂપ બાબત વૈજ્ઞાનિકમાં મતભેદ પ્રવર્તે છે, પણ ધીમે ધીમે તેઓ ધર્માસ્તિકાયની નજીક આવી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી. +
અધર્મદ્રવ્યનું મુખ્ય લક્ષણ સ્થિતિસહાયા છે, એટલે કે સ્વભાવાનુસાર સ્થિતિ–સ્થિરતા કરી રહેલા ચેતન અને જડ પદાર્થોને સ્થિર થવામાં તે સહાય કરે છે. અહીં પણ ઉપર જે પ્રશ્ન થવાને કે જ્યારે પદાર્થો પિતાના
+ધર્માસ્તિકાય વગેરે પદાર્થો કેવળજ્ઞાન સિવાય જાણી શકાય એવા નથી. છદ્મસ્થનું જ્ઞાન-વિજ્ઞાન તેને જાણી ન જ શકે. માત્ર આગમ-પ્રાથભાવે બુદ્ધિગ્રાહ્ય થઈ શકતા જ નથી, એટલે વિજ્ઞાનની કલ્પનામાં આવતે ઈથર પદાર્થ ધર્માસ્તિકાય સાથે સંબંધ ધરાવે છે, એમ માનવાની જરૂર નથી, પણ આ ચરાચર સૃષ્ટિનું સંચાલન કોઈ એવા પદાર્થને આધારે છે, એ હકીકત ધમસ્તિકાયની પોષક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org