________________
૩૭૪
જીવ-વિચાર–પ્રકાશિકા છે, એટલે જે જીવે એગ્ય વિકાસ પામેલા છે, તેમને દશ પ્રાણે હોય છે અને બાકીનાને ઓછા પ્રાણ હોય છે.
ઓછા એટલે કેટલા?” તેને ખુલાસે અહીં પ્રકરણકરે વ્યવસ્થિત રીતે કર્યો છે. એકેન્દ્રિય જી કે સ્થાવરે જેમને વિકાસ સહુથી ઓછો છે, એટલે કે જેઓ સહુથી નીચા સ્તરના છે, તેમને ચાર પ્રાણ હોય છે. અહીં તેમણે એ પ્રાણનાં નામ આપ્યાં નથી, પણ અન્ય ગ્રંથન ઉલ્લેખ પરથી એમ સમજવાનું છે કે તેમને (૧) સ્પર્શનેન્દ્રિય પ્રાણું, (૨) ધાકૃવાસ પ્રાણ, (૩) આયુષ્ય પ્રાણ અને (૪) કાયબલ પ્રાણુ એ ચાર પ્રાણ હોય છે. અહીં સ્પષ્ટતા એટલી કે એકેન્દ્રિયોને નાસિકા હોતી નથી, પણ તેઓ સર્વાગે શ્વાસે શ્વાસની ક્રિયા કરે છે અને તેઓ ઔદારિક શરીરથી જ આહાર–ગ્રહણાદિ કિયા કરતા હોવાથી તેમને કાયબલ પણ હોય છે.
વિકલેન્દ્રિય જીના ત્રણ પ્રકારઃ (૧) બે ઈન્દ્રિયવાળા છ, (૨) ત્રણ ઈન્દ્રિયવાળા જી અને (૩) ચાર ઈન્દ્રિયવાળા . તેમાં બે ઈન્દ્રિય જીને ઉપરના ચાર પ્રાણ ઉપરાંત રસનેન્દ્રિય તથા વચનબળ પ્રાણ અધિક હોય છે, એટલે કુલ છ પ્રાણ હોય છે, ત્રણ ઈન્દ્રિયવાળા અને તેથી અધિક એક પ્રાણેન્દ્રિય હોય છે, એટલે કુલ સાત પ્રાણ હોય છે, અને ચાર ઈન્દ્રિયવાળા જીવોને તેથી અધિક ચક્ષુરિન્દ્રિય હોય છે, એટલે કુલ આઠ પ્રાણું હાય. છે. આ રીતે સામાન્ય તિર્યચેને ચારથી આઠ સુધીના પ્રાણે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org