________________
આગમ-સાહિત્ય અને પ્રકરણુ-ગ્રંથિ
તેને ચારિત્ર્યના ગુણે પ્રકટતા નથી, જેને ચારિત્રના ગુણ પ્રકટતા નથી, તે કર્મબંધનમાંથી મુક્ત થતા નથી; અને જેઓ કર્મબંધનમાંથી મુક્ત થતા નથી, તેઓ નિર્વાણ પામી શક્તા નથી. તાત્પર્ય કે મોક્ષમાર્ગની સાધનામાં સમ્યકત્વ કે સમર્ગદર્શન પહેલું જોઈએ. તે સિવાય એ સાધના સફલ થઈ શકતી નથી.
અહીં અમને શાસકાર ભગવંતેનાં નિમ્ન વચને યાદ. આવે છે ? . . जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । .. મા અસંસ્ટિ, તે હૃતિ પરિસંવારા છે
“જે આત્માઓ જિનવચનમાં અનુરક્ત છે-શ્રદ્ધાનંત. છે અને જિનવચનમાં પ્રરૂપાયેલાં ધર્માનુષ્ઠાને ભાવપૂર્વક કરે છે, તે મિલરહિત અને સંક્લેશરહિત એવા મર્યાદિત સંસારવાળા બને છે.” તાત્પર્ય કે જિનવચનમાં પરમ શ્રદ્ધાન્વિત થવું, એ મુમુક્ષુ આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે.
આપ્તપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે, કારણકે તેનાથી વસ્તુને સ્કુટ બંધ થાય છે. “મારે વરસુતર્વત્તિ શામઃ ”
: આગમને અનુસરનારી ગણધર ભગવંત કે શ્રુતસ્થવિરેની જે શાશ્વરચના તે પણ ઉપચારથી આગમ જ કહેવાય છે. આવાં આગમે પીસ્તાલીશ છે. તેને સૂત્ર, સિદ્ધાંત, શ્રત, જિનવાણી, જિનવચન, નિગ્રંથ-પ્રવચન વગેરે નામે. ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org