________________
સિદ્ધ છે
૩૦૧
સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાની ચેગ્યતા મનુષ્યભવમાં જ છે, એટલે મનુષ્યદેહ છૂટી ગયા પછી આત્મા આ સ્થળે કેવી રીતે પહોંચી જાય છે, તે જાણવું જરૂરી છે. આત્માની. સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે, તેથી જ્યારે તેને કઈ પણ પ્રકારનું કર્મબંધન ન હોય ત્યારે સીધી ઊર્ધ્વરેખા પ્રમાણે જ ગતિ કરે છે, એટલે જે સ્થળેથી દેહ છોડ્યો હોય, તેના જ અગ્રભાગે સિદ્ધશિલામાં સ્થિર થાય છે. આ ક્રિયાને. પાણીમાં રહેલા તુંબડા સાથે સરખાવવામાં આવે છે. જેમ કે તુંબડા ઉપર કપડું વીંટાળી તેના પર માટીને લેપ કર્યો હોય, ફરી તેના પર કપડું વીંટાળી માટીને લેપ કર્યો હોય, એ રીતે વારંવાર કપડું વીંટાળી માટીને લેપ કર્યો હોય, તે એ તુંબડું ભારે બનીને પાણીના તળિયે બેસી જાય છે. હવે પાણીના દબાણ કે ઘર્ષણથી તેની માટી પલળતી જાય ને કપડાંને અકેક આંટો ઉકેલાતે જાય, તે એક પછી એક તેના પરનાં બંધને ઓછાં થતાં જાય. છે, અને આ રીતે જ્યારે તેનાં બધાં બંધને ઓછાં થઈ જાય છે, ત્યારે કપડાં અને માટીમાંથી એ તુંબડું સંપૂર્ણ મુક્ત થાય છે અને તેથી સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીનાં મથાળે પહોંચી જાય છે. અહીં તુંબડાના સ્થાને જીવ, કપડાં અને માટીના લેપને સ્થાને કર્મબંધન અને પાણીના સ્થાને લેકાકાશમાં રહેલું ધમસ્તિકય દ્રવ્ય સમજવું. . શરીર, ઇન્દ્રિયે, મન વગેરે પૌગલિક વસ્તુઓ છે. અને તે કર્મના લીધે જ સંભવે છે, પરંતુ સિદ્ધ જીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org