________________
જીવ-વિચારપ્રકાશિકા
•ઉત્સગ રૂપ છે, એટલે કે ધારી માર્ગ છે અને અન્ય લિંગે સિદ્ધ થવુ` કે ગૃહસ્થલિંગે સિદ્ધ થવું એ અપવાદરૂપ છે, એટલે કે, કવચિત્ અનતી ઘટના છે. શાસ્ત્રમાં સિદ્ધ જીવાના અલ્પ-અહુના વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં સ્પષ્ટ જણાવ્યુ' છે કે ‘ ગૃહસ્થલિંગ સિદ્ધ સહુથી ઓછા છે, એથી અન્યલિંગસિદ્ધ સંખ્યાતગુણા છે અને એથી સ્ત્રલિંગસિદ્ધ સખ્યાતગુણા છે.'
-300
ચૌદમા અને પંદરમા પ્રકારમાં એકસિદ્ધ અને અનેક સિદ્ધને મૂકવામાં આવ્યા છે. તેના પરમાથ એ છે કે કાઇક વાર એક સમયમાં માત્ર એક જીવ જ મેક્ષે જાય છે અને કોઈક વાર એક સમયમાં અનેક જીવા સાથે મેક્ષે જાય છે. દાખલા તરીકે ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જે સમયે મેક્ષે ગયા, ત્યારે બીજો કોઈ પણ જીવ આક્ષે ગયા ન હતા, એટલે તે એકસિદ્ધની કોટીમાં ગણાય છે અને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન જે સમયે મેક્ષે ગયા, તે જ સમયે બધા મળીને ૧૦૮ જીવા મેલે ગયા હતા, એટલે તે અનેકસિદ્ધની કોટિમાં ગણાય છે. એકી સાથે ૧૦૮ થી વધારે જીવા સિદ્ધ થતા નથી, એવા શાસકારોના અભિપ્રાય છે. અહીં એ સ્પષ્ટતા કરવી પણ ઉચિત છે કે શ્રી ઋષભદેવની સાથે ૧૦૮ સિદ્ધ થયા, તે આશ્ચય ગણુય છે, તેનું કારણ ૧૦૮ ની સંખ્યા નથી, પણ ઉત્કૃષ્ટ કાયાવાળા ૧૦૮ ગયા એ છે.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org