________________
સિદ્ધ છે
૨૯.
પના સૂત્રના પ્રથમપદે પણ સ્થાટિકા , પુલિસ્ટિસિદ્ધા, નપુંસઢિા ” એવા સ્પષ્ટ શબ્દો છે, એટલે સ્ત્રી પણ પુરુષના જેટલી જ મોક્ષની અધિકારિણું છે, એમ માનવું જ યોગ્ય છે. જેમણે નગ્નત્વને આગ્રહ સેવીને સ્ત્રીઓને મેક્ષની અનધિકારિણી કરાવી, તેમણે જૈન ધર્મને એક મૂળભૂત મહાન સિદ્ધાંતને અ૫લાપ કર્યો છે, એમ કહીએ. તે જરા પણ અત્યુક્તિ નથી. નગ્નત્વ કે અનગ્નત્વ એ કંઈ એક્ષપ્રાપ્તિનાં સીધાં કારણે નથી. એક્ષપ્રાપ્તિનું સીધું કારણ તે કર્મક્ષય જ છે અને તે નગ્ન કે અનગ્ન કઈ પણ હાલતમાં થઈ શકે છે. દિગમ્બર ગ્રન્થમાં પણ સીને ચૌદ ગુણસ્થાનક કહ્યા છે, છતાં કદાગ્રહથી તેઓ માનતા નથી.
અગિયારમા, બારમા અને તેરમા પ્રકારમાં સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ અને ગૃહસ્થલિંગસિદ્ધને સ્થાન આપવામાં આવ્યું છે. અહીં લિંગને અર્થ વેદ (Sex) નથી, પણ વેશ છે. તાત્પર્ય કે કેટલાક જી આહંત ધર્મમાં ઉપદેશાયેલા શ્રમણ-શ્રમણના વેશે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ થાય છે, તે કેટલાક તાપસ વગેરેના વેશમાં રહ્યા છતાં તથા પ્રકારની આત્મવિશુદ્ધિનાં કારણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ થાય છે. તે કેટલાક વળી ગૃહસ્થ, વેશમાં રહ્યા છતાં પણ ભાવવિશુદ્ધિનું પ્રબળ નિમિત્ત. પામીને ઘાતકર્મને ક્ષય કરવાને શક્તિમાન થાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને છેવટે સિદ્ધ બને છે. અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સ્વલિંગે સિદ્ધ થવું, એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org