________________
-૩૦૨
જીવ-વિચાર-મકાશિકા
કર્મને સર્વથા અભાવ હોય છે, એટલે તેમને કોઈ પણ પ્રકારનું શરીર, ઈન્દ્રિય કે મન હતાં નથી, તેઓ માત્ર આત્મસ્વરૂપ જ હોય છે અને તે કારણે તેમને અશરીરી કહેવાય છે.
જ્યાં શરીર નથી, ત્યાં જન્મ કેવો? જરા પણ કેવી ? અને મૃત્યુ પણ કેવું? વળી રેગ, શેક અને ભય પણ શરીરના કારણે જ ઉત્પન્ન થાય છે, એટલે તેને પણ સિદ્ધ જીવેને સર્વથા અભાવ હોય છે.
સિદ્ધ જ નિરંજન-નિરાકાર હોય છે, પણ તેમની હસ્તી ભૂંસાતી નથી કે તેમના સ્વરૂપમાં કઈ પ્રકારનું પરિવર્તન થતું નથી, એટલે કે તેઓ અક્ષય-અચલ– અવ્યાબાધ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને સદાકાળ એ જ ડસ્થિતિમાં રહે છે. - કેટલાક વર્ગ એમ માને છે કે “સિદ્ધાલયમાં રહેલા “સિદ્ધ જગતને દુઃખી જોઈને મૃત્યુલોકમાં અવતાર ધારણ કરે છે અને દુઃખી જગતને ઉદ્ધાર કરે છે. પરંતુ જેઓ “નિર્ણિતાર્થ છે, કૃતકૃત્ય છે અને સર્વ પ્રકારના કર્મોથી -રહિત છે, તે ફરી અવતાર ધારણ કેમ કરે? જેમ બીજ - બળી ગયા પછી તે ઉગવાની શક્તિ ધરાવતા નથી, તેમ કર્મો પણ દગ્ધ થયા પછી આમાને ફરી જન્મ–જરા– -મૃત્યુના બંધનમાં જકડી શકતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તે કર્મ એ કેઈ સ્વતંત્ર વસ્તુ નથી, એ તે પુદગલનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org