________________
૪૬
જીવ-વિચાર-પ્રકાશિકાર
૭
છે, તે કેટલેક ભાગ ખડક વગેરેમાં પિતાના માળા બાંધીને રહેવાનું પસંદ કરે છે.
અહીં તેમની કેટલીક વિશેષતાની નેધ કરવી ઠીક પડશે. ન્યુઝીલાંડના કિવિ પક્ષીઓને પાંખ હોતી નથી. પીછાં હોય છે. હોલુલુમાં કૂકડાની જાતનું એક પક્ષી થાય છે, તે ઉડી શકતું નથી. હવાઈ બેટમાં થતા પક્ષીઓને સ્વર હેત નથી. પંગુઈન પક્ષીમાં ચાલવાની તથા તરવાની શક્તિ છે, પણ ઉડવાની શક્તિ નથી. કરવુ પક્ષી મહાગતિવાળું હોય છે. ભારતમાં દરજી નામનું પક્ષી થાય છે, તે માત્ર અંગૂઠાના કદનું હોય છે, પણ સાપ કે વાંદરાથી.. પિતાને બચાવ બહ યુતિપૂર્વક કરે છે. હિંદી મહાસાગરમાં એવા પક્ષીઓ થાય છે કે જે આગીઆ કીડાઓને એકઠા કરી પિતાના માળામાં અજવાળું રાખે છે. સુઘરીની માળે બનાવવાની આવડત પ્રશંસાપાત્ર છે. સંદેશા માટેના કબૂતરે બહુ ઝડપથી ઉડે છે. સામાન્ય રીતે તેમની ગતિ એક કલાકના ૧૪૦ માઈલ જેટલી હોય છે. અને વિશેષતાથી જોઈએ તે પ૦૦ કે ૬૦૦ માઈલ ઉપરાંત ગતિ ક્યના દાખલાઓ નેંધાયેલા છે. જેમજ પક્ષોને લેમપક્ષી પણ. કહે છે.
બીજા પ્રકારમાં વાળ કે વડવાળ, ચામાચીડિયા ભારંડ, જીવંજીવ, સમુદ્રવાસ વગેરેને સમાવેશ થાય છે. તેમાંથી વડવાગોળ આપણું જોવામાં અનેક વાર આવે છે. કોઈ વૃક્ષની ડાળે તે ઊંધા મસ્તકે લટકેલી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org