________________
તિય ચ જીવા
૩૯
છે અને તે એને પોતાના વિકસિત મુખમાં ઝીલી લઈને ગળી જાય છે.
અજગરના વિશેષ પ્રકારે શાસ્ત્રમાં નોંધાયેલા નથી અને અમારા જાણવામાં પણ આવ્યા નથી.
આસાલિક એ આપણા અનુભવમાં આવતું પ્રાણી નથી, કારણ કે અમુક વખતે જ જમીનની નીચે સમૂનથી ઉત્પન્ન થાય છે. X આ પ્રાણી જન્મ વખતે તે માત્ર અગુલના અસંખ્યાતમા ભાગ જેટલુ હાય છે, પણ તે ઝડપથી પોતાની કાયાને વધારી ખાર ચાજન જેટલી લાંબી કરે છે. તેનુ આયુષ્ય અંતર્મુહૂત નું હોય છે, પણ તે મર્યા પછી ત્યાં એવડા મોટા ખાડા પડે છે કે ચક્રવતીની મહાન સેના પણ તેમાં ગરકાવ થઈ જાય અને તેના પત્તો લાગે નહિ. ખાસ કરીને જ્યારે કોઇ નગરના કે ચક્રવતી વગેરેની સેનાના નાશ થવાના હાય ત્યારે જ તે ઉત્પન્ન થાય છે.
મહેારગ પણ આપણા અનુભવમાં આવતુ પ્રાણી નથી, કારણ કે તે અઢીદ્વીપની બહાર થાય છે કે જ્યાં મનુષ્યના સચાર નથી. આમ તે તે ઉરઃરિસર્પ એટલે કે પેટ વડે ચાલતુ પ્રાણી છે, પણ વિશિષ્ટ શક્તિને લીધે જલમાં પણ યથેચ્છ વિહાર કરી શકે છે. તે નાના મોટા અનેક કર્દીનાં
× ચક્રવતીની સેનાના પડાવ આર યેાજનમાં પથરાયેલા હૈાય છે. તેના મળમૂત્રમાં આ પ્રાણી ઉત્પન્ન થાય છે. કેટલાક આશ્ચર્યો આસાલિકને એઈન્દ્રિય પ્રાણી માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org