________________
૨૩૮
જીવ-વિચાર–પ્રકાશિકા
અન્ય ખેરાકના અભાવે તે માત્ર પવનનું ભક્ષણ કરીને લાંબે કાળ નિર્ગમન કરી શકે છે.
સાપને પગ હોતા નથી, પણ તેના શરીરમાં હાડકાંની એવી રચના હોય છે કે તે ઝડપથી ઊંચાનીચા થઈ શકે છે અને તેને આધારે તે ગતિ કરી શકે છે. વળી વૃક્ષ, વાંસ કે મનુષ્યના શરીર વગેરેને તે ભરડે લઈ શકે છે અને એ જ હાલતમાં કેટલેક વખત પસાર કરી શકે છે. આરામના સમયમાં તે ગુંચળું વાળીને દરમાં કે કઈ પ્રચ્છન્ન જગામાં પડી રહે છે. ૪
અજગર તેની તીંગ કાયા માટે પ્રસિદ્ધ છે. તેને રંગ લગભગ ચિત્તળ જેવું હોય છે અને તેમાં તપખીરિયા કે બદામી રંગના ધાબા હોય છે. તેની લંબાઈ વીસ ફૂટથી માંડીને ચાલીસ-પીસ્તાલીસ ફુટ જેટલી હોય છે. આવા લાંબા અજગરે આપણે ત્યાં ખાનદેશના જંગલમાંથી મળી આવે છે. તે મોટા ભાગે જંગલમાં ખડક વગેરેવાળા ભાગમાં રહે છે અને સસલાં, હરણ વગેરે પશુઓને પોતાની રીતે શિકાર કરીને તેના પર નિર્વાહ કરે છે. અજગરની આંખમાં એક પ્રકારની આકર્ષણશક્તિ હોય છે, એટલે તે કઈ વૃક્ષની નીચે પડયે પડે ઉપરની ડાળ પર રહેલાં પક્ષી પર ડીવાર મીટ માંડે છે તે પક્ષી તરફડીને નીચું પડે - x હાલના વૈજ્ઞાનિકની એવી માન્યતા છે કે સાપ માંસાહારી પ્રાણું છે અને તે દૂધ પીતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org