________________
જીવ-વિચાર-પ્રકાશિકા
હોય છે અને ઉત્કૃષ્ટતાએ તે એક હજાર એજનની કાયાવાળા પણ મળી આવે છે. - ભુજપરિસર્પ એટલે ભુજા વડે ચાલનારાં પ્રાણી અહીં ભુજ શબ્દથી આગળના વધારે વિકસેલા બે પગે સમજવાના છે. આ જીવેને પાછળ બે પગે હોય છે, પણ તે. એટલા વિકસેલા હતા નથી, એટલે તેમની ગતિને મુખ્ય આધાર આગળના બે પગે કે બે ભુજાઓ પર વિશેષ રહે. છે. આ વર્ગમાં પણ અનેક પ્રાણુઓ આવે છે. જેમકે – નેળિયા, ઊંદર, કાકીડા, ચંદન, પાટલા, સાંઢા, ખીસકેલી વગેરે.
નેળિયાને આપણે સર્પના કટ્ટર દુશ્મન તરીકે ઓળખીએ છીએ, કારણ કે તે ઠંદ્વયુદ્ધમાં સાપને હરાવી દે છે. આમ તે એ વગડાનું પ્રાણી છે, પણ કેટલાક મનુષ્ય તેને પાળે છે અને તેની પાસેથી અમુક પ્રકારનું કામ લે છે.
ઊંદર અતિ પ્રસિદ્ધ પ્રાણી છે. તે ગમે ત્યાં મૂકેલી વસ્તુને પણ ચેરીને ખાઈ જાય છે, એટલે મૂષક (ચેર) ની ખ્યાતિ પામેલ છે. જ્યારે તે ખેતરમાં પડે છે, ત્યારે હજારોની સંખ્યામાં હોય છે અને તેથી ઊભા પાકને સંહાર કરી નાખે છે. આ કારણે તેમની ગણના ઇતિમાં થાય છે. (ઈતિ એટલે સાત પ્રકારની - આત.) ઊંદરની અક્કલ જેવા માટે તાજેતરમાં અમેરિકા
ખાતે કેટલાક પ્રયોગ કરવામાં આવ્યા હતા. તેમાં એ. વાત નકકી થઈ હતી કે ઊંદરમાં પણ અક્કલ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org