________________
૨૩૬
જીવ-વિચાર–પ્રકાશિકા
(૧) પ્રવૃ–એક ખરીવાળાં. તે ઘડા, ખચ્ચર, ગધેડા, ગેરક્ષર (ગધેડાની જાતિનું જંગલી જાનવર) વગેરે. (૨) વિધુર-બે ખરીવાળાં. તે ઊંટ, બળદ, ગાય, રેઝ, બકરાં, પાડાં, ભેંસ, હરણ વગેરે. (૩) લીપ-એરણ જેવા ગળ પગવાળા. તે હાથી, ગેંડા વગેરે. (૪) સાચા-સન
ખપદા. લાંબા નહેરથી યુક્ત પદવાળા, તે સિંહ, વાઘ, - તરસ, દીપડે, ચિત્તો, રીંછ, શિયાળ, બિલાડી, કૂતરે, વગેરે.
ઉર પરિસર્ષ એટલે પિટ વડે ચાલનારાં પ્રાણી. તેના શાસ્ત્રકારોએ ચાર પ્રકારે માન્યા છે : (૧) અહિ, (૨) અજગર (૩) આસાલિક અને (૪) મહારગ.
અહિ એટલે સાપ. તેના પુનઃ બે પ્રકારે છે : (૧) દવકર એટલે જે દવને–ફેણને આટોપ કરી શકે છે અને (૨) મુકુલી એટલે જેઓ જરાતરા ખીલેલી કળીના જેવા મુખવાળા છે, અર્થાત્ ફેણરહિત હોવાથી તેને આટોપ કરી શકતા નથી.
દર્ટીકરના પુનઃ અનેક પ્રકારે છે. જેમકે–આશીવિષ, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ભેગવિષ, ત્વવિષ, લાલાવિષ, કૃષ્ણસર્પ, વેતસર્પ વગેરે. જેની દાઢમાં વિષ–ઝેર હોય તે આશીવિષ; જેની દૃષ્ટિમાં વિષ હોય તે દૃષ્ટિવિષ; જેનું વિષ ભયંકર હોય તે ઉગ્રવિષ; જેના ભેગમાં-શરીરમાં વિષ હોય તે ભેગવિષ; જેની ત્વચામાં–ચામડીમાં વિષ હોય તે ત્વવિષ; જેની લાલામાં-લાળમાં વિષ હોય તે લાલાવિષ; જે રંગે કાળા અને અતિ ઝેરી હોય તે કૃષ્ણસર્પ. આને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org