________________
ર૦૪
જીવ-વિચાર–પ્રશિકા
જે પૈસા મળ્યા હતા, તેને ખૂબ દારૂ ઢીએ અને અમારે ગુને કેઈએ જે નથી, એમ માનીને મસ્ત થઈને સૂતા.
બીજા દિવસે પેલે વાંદરે ગામમાં આવ્યું અને થાણેદારની કચેરીએ પહોંચે. ત્યાં એવા ચેનચાળા કરવા લાગે કે થાણેદારને તેમાં રહસ્ય લાગ્યું. છેવટે વાંદરાએ તેના પગ પકડયા અને ખેંચવા માંડયા. આથી થાણદાર, સમજો કે તે મને કોઈ સ્થળે લઈ જવા માગે છે, એટલે તેની પાછળ પાછળ ચાલ્યું. સાથે બે-ત્રણ સિપાઈઓ પણ ચાલ્યા.
અનુક્રમે વાંદરે તેમને જંગલના એ ભાગમાં લઈ આવ્યું કે જ્યાં બદમાશોએ મદારીની લાશ દાટી હતી. વાંદરાએ તેના પરની માટી હાથથી દૂર કરવા માંડી, એટલે સિપાઈએ પણ તે કામે લાગ્યા અને તેમના આશ્ચર્યની વચ્ચે મદારીની લાશ નજરે પડી. પછી તેને બહાર કાઢીને તેઓ ગામમાં લઈ આવ્યા.
લાશની હાલત પરથી તેમને એ સમજતાં વાર ન લાગી કે આ ખૂન તાજેતરમાં જ થયું છે, પરંતુ તેના ગુનેગારોને શેધવાનું કામ સહેલું ન હતું. તેઓ ગંભીર વિચારમાં પડયા. પરંતુ આ વખતે પેલે વાનર તેમની મદદે આવ્યું. તે થાણદારને હાથ પકડીને પિલા બદમાશોના સ્થાન પર લઈ ગયે અને તેમને જોતાં જ તેમના પર કુદી પડી બચકા ભરવા લાગ્યો. આથી થાણદાર તથા સિપાઈઓ સમજ્યા કે આ બદમાશોએ જ મદારીનું ખૂન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org