________________
૨૦
સ્વરૂપ બરાબર જાણવું જોઈએ. જીવનું લક્ષણ શું ? તેના કેટલા -ભેદ છે? કેટલા ઉત્તરભેદે છે? એ બધા જ કયાં ઉત્પન્ન થાય
છે? કેવા શરીરવાળા હોય છે? કેટલા અયુષ્યવાળા હોય છે તેમને - કેટલા પ્રાણ હોય છે ? તે કેટલી નિઓમાં ઉત્પન્ન થાય છે?
વગેરે વગેરે પ્રશ્નો જિજ્ઞાસુઓના મનમાં ઊઠે, એ સ્વાભાવિક છે. - જૈન મહર્ષિઓએ આ બધા પ્રશ્નોના યથાર્થ ઉત્તરે આપેલા છે અને તે જીવ-વિચાર-મકરણ સંક્ષેપમાં રજૂ કરે છે.
આ છવ-વિચાર–પ્રકરણ ઉપર “પ્રકાશિકા' નામનું વિવેચન શતાવધાની પંડિત શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહે અનેક ગ્ર માંથી - સારભૂત તને ખેંચી ઘણું પરિશ્રમે તૈયાર કરેલું છે. આ ગ્રંથનું - બીજું નામ “જૈન ધર્મનું પ્રાણી–વિજ્ઞાન રાખવામાં આવ્યું
છે, તે પણ ઉચિત જ છે; કારણ કે એમાં પ્રાણીઓ સંબંધી વિશિષ્ટ - જ્ઞાન ભરેલું છે. અલબત્ત, આ જ્ઞાન આધુનિક પ્રાણીશાસ્ત્રીઓએ - આપેલું નથી, પણ સર્વજ્ઞ અને સર્વદશ એવા જિનેશ્વર ભગવતેએ આપેલું છે અને તેથી પરમ શ્રદ્ધેય છે.
વિશેષ આનંદની વાત તો એ છે કે સમય ઘણે ટૂંકે હેવા છતાં શ્રી બલિ ચિત્રકાર પાસે દશ ચિત્રો તૈયાર કરાવીને આ ગ્રંથમાં * દાખલ કરવામાં આવ્યાં છે અને એ રીતે એની ઉપયોગિતામાં ઘણો
વધારો કરવામાં આવ્યો છે. અમારો ખ્યાલ પહોંચે છે ત્યાં સુધી - જીવ–વિચારની બાબતમાં આટલું વિસ્તૃત અને ઉપયોગી વિવેચન આપનાર ગ્રંથ આપણા સમાજમાં આ પહેલે જ છે અને તેથી અમે તેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રન્થની ભૂમિકા નવ પ્રકરણો પાડીને લખવામાં આવી છે, જેમાં આગમ અને પ્રકરણ સાહિત્ય, દ્રવ્યાનુયેગની મહત્તા, જીવનું - સ્વતંત્ર અસ્તિત્વ, વિજ્ઞાન (Science) શું કહે છે? જીવ-વિચાર અંગે કિંચિત, જીવ-વિચાર–પ્રકરણના નિર્માતા, શ્રી શાન્તિસૂરિજીની ઐતિહાસિકતા, પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ તથા અથપદ્ધતિ એ વિષય લેવામાં આવ્યા છે અને તે દરેક પર વિશદ વિવેચન કરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org