________________
જીવ-વિચાર-પ્રકાશિકા
પદાર્થ જ છે. પરંતુ આમ કહેવું ઉચિત નથી. બે કે તેથી અધિક દ્રવ્યો વડે ભલે પાણીની ઉત્પત્તિ થતી હોય, પણ જ્યારે તે પાણરૂપ બને છે, ત્યારે તે અસંખ્ય જીવની કાયારૂપ જ હોય છે. કેટલાક પદાર્થોના સંગથી વીછી, દેડકા, માછલાં વગેરે બને છે, પણ તેમાંનું જીવતત્વ તે જૂદું જ હોય છે, તેમ અહીં પણ સમજવું. અહીં એ જણાવવું પણ ઉચિત ગણાશે કે ભગવતીસૂત્ર આદિમાં વાયેનિક જલને ઉલ્લેખ આવે છે, એટલે વાયુના સંગથી જલ બનવાની વાત નવી નથી.
પાણીને ગરમ કરતાં ત્રણ ઉકાળા આવે, એટલે અપકાયના જીવે એવી જાય છે અને અચિત્ત પાણી રહી જાય છે. તે ઉનાળામાં પાંચ પ્રહર સુધી, શિયાળામાં ચાર પ્રહર સુધી અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે. પછી પાછું સચિત્ત બને છે, એટલે કે અપૂકાય જી ઉત્પન્ન થઈ જાય છે. જે આ રીતે પાણી સચિત્ત થતાં પહેલાં તેમાં ચૂને નાખવામાં આવે તે બીજા વીશ પ્રહર સુધી અચિત રહી શકે છે. આ વસ્તુ લક્ષમાં રાખીને જીવદયાપ્રેમીઓ ઉકાળેલા પાણીને ઉપયોગ કરે છે, તેમજ ચૂનાવાળું પાણી પણ રાખે છે, જે સચિત્ત પાણીને સર્વથા. ત્યાગ કરનાર સાધુ-સાધ્વીઓને ખપમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org