________________
પણ ભયાનક ભવાટવીને પાર કરવા માટે તેમના પગ પકડી લીધા. અમારું તે એ દઢ માનવું છે કે મનુષ્યને પ્રબળ પુણ્યોદય હેક તે જ તેને સદ્દગુરુની પ્રાપ્તિ થાય છે.
તેમણે ઘણુ વખતસુધી ગુરુદેવ પાસે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો. તેમાં વૈરાગ્યને વિશેષ રંગ ચઢતો જ ગયો. આખરે સં. ૧૯૭૧માં સિકંદરાબાદ આગ્રા ખાતે તેમણે ભવતારિણી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી લક્ષ્મણવિજયજી બન્યા.
તેમની સ્મરણશક્તિ સતેજ હતી, વળી દિલમાં વિશાજનને અને ઉમંગ હતું, એટલે શાસ્ત્રાભ્યાસ સારી રીતે થવા લાગ્યા. તેઓ ધર્મશાસ્ત્ર ઉપરાંત વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ તથા મંત્રશાસ્ત્રમાં. પણ પ્રવીણ થયા. તે સાથે તેમણે ઉપદેશ આપવાની કળા પણ હસ્તગત કરી. તેમાં ખૂબી એ હતી કે વિષય ગમે તે કઠિન હોય તે પણ તેને સરલ, સુગમ્ય બનાવી દે. તેમણે શેડાં વર્ષ પહેલાં મુંબઈમાં આત્મા, કર્મ અને ધર્મ પર જે વ્યાખ્યાને આપ્યાં હતાં તે “ આત્મતત્વવિચાર’ ના બે ભાગરૂપે પ્રગટ થયેલાં છે, તે આ વસ્તુનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. તેઓશ્રીના વ્યાખ્યાનનું બીજું પુસ્તક “ધર્મતત્ત્વપ્રકાશ' નામે પ્રસિદ્ધ થયું છે. - પૂજ્ય ગુરુદેવ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમને સં. ૧૯૯૧માં ગણું પદ, સં. ૧૯૯રમાં પંન્યાસપદ અને ૧૯૯૩માં ચિત્ર વદિ ૫ ને રોજ આચાર્યપદ અર્પણ કર્યું. એ વખતે ઉપાધ્યાય શ્રી ગંભીરવિજયજી મહારાજને પણ આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા હતા અને પદવીસ્થાનનાં તે સ્થળે અર્થાત શિહેર (સૌરાષ્ટ્ર) શહેરમાં આઠ દિવસ સુધી ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. તે દિવસથી તેઓ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણરૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને આજે તે એ નામ સહુનાં હૈયે અને હેઠે ચઢી ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org