________________
સંવત ૧૯૫૩. જ્ઞાતિએ એસવાલ. તેમનું મૂળ નામ દોલતરામ. તેમને છ-સાત વર્ષે મેટાં રાજકુંવર નામના એક બહેન હતા.
તેમની બાલ્યાવસ્થામાં પિતાએ ધંધાર્થે બીકાનેરમાં કાયમ માટે વસવાટ કર્યો, પરંતુ તેઓ ત્યાં લાંબો સમય જીવ્યા નહિ. માતા પણ લગભગ એ જ અરસામાં મરણ પામ્યા. આથી તેઓ મામાને ત્યાં ઉછરીને મોટા થયા.
તેઓ સ્થાનકવાસી કુટુંબમાં જન્મ્યા હતા અને કદર સ્થાનક વાસીને ત્યાં ઉછર્યા હતા, એટલે તેમના મન પર મૂર્તિપૂજાની વિરુદ્ધ સંસ્કાર પડ્યા હતા, પરંતુ સોળ વર્ષની ઉમરે પૂજ્ય આત્મારામજી મહારાજત સમ્યકત્વ–શદ્ધાર નામનો ગ્રંથ વાંચવામાં આવ્યો અને તેમના અંતર્ચક્ષુ ખુલી ગયાં. મૂર્તિપૂજા શાસ્ત્રસિદ્ધ વસ્તુ છે, એ વાત તેમના સમજવામાં આવી. ત્યારથી તેઓ નિત્ય જિનમંદિરે જઈ. પ્રભુદર્શન કરવા લાગ્યા. તે સાથે તેમણે નમસ્કાર મહામંત્રની ત્રિકાલગણના કરવા માંડી.
થોડા વખત બાદ કારણુપ્રસંગે દિલ્હી જવાનું થયું. ત્યાં જિનમંદિરે દર્શન કરવા જતાં એક હસ્તપત્ર વાંચ્યું કે આજે “રામા થિયેટરમાં મુનિશ્રી લબ્ધિવિજયજીનું (સ્વ. પૂ. આચાર્ય વિજય લબ્ધિસૂરિશ્વરજી મ.નું) જાહેર વ્યાખ્યાન છે.” એટલે તેઓ એ વ્યાખ્યાન સાંભળવા રામા થિયેટરમાં ગયા. એ વ્યાખ્યાને તેમના દિલ-દિમાગ પર અભૂત અસર કરી, અને તેઓ વૈરાગ્યરગે પૂરા રંગાયા.
મુનિશ્રી લબ્ધિવિજયજી કે જેઓ પાછલા જીવનમાં જેનરત્ન કવિકુલકીરિટ, વ્યાખ્યાન–વાચસ્પતિ શ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજી મહારાજ તરીકે ખ્યાતિ પામ્યા, તેઓ મનુષ્યની પરીક્ષા કરવામાં પણ ચતુર હતા. તેમણે આ રત્નને તરત પારખી લીધું. દોલતરામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org