________________
દક્ષિણ દેશદ્વારક પૂ. પાદ આચાર્ય દેવશ્રી વિજ્યલક્ષ્મણસુરીશ્વરજી મહારાજનું
જીવન-દર્શન જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનાં નામથી ' પરિચિત નહિ હોય? પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ગૌરવર્ણ, ભવ્ય મુખકૃતિ અને ચમકતા નયનને લીધે તેઓ પ્રથમ દર્શને જ સહુનું આકર્ષણ કરતા હતા.
તેમની વાણીમાં મધુરતા હતી. તે સાથે સૌજન્ય તથા સહૃદયતાને પણ સુંદર યોગ હતે. વળી તેમનું હૃદય સાધુજનેચિત સરલતા, 'ઉદારતા અને પ્રસન્નતાથી પૂર્ણ હતું, એટલે તેમને છેડે સહવાસ પણ આગંતુકના મન પર ભારે અસર કરતો.
૭૬ વર્ષની વયે પણ તેઓ એક યુવાન જેવો ઉત્સાહ ધરાવતા હતા અને શાસનસેવાનાં કાર્યોમાં નિરંતર મચ્યા રહેતા હતા. - તેમનું વકતૃત્વ અત્યંત પ્રભાવશાળી હતું. તેઓ કઠોરતાને કોમલતામાં પલટી શકતા; કૃપણતાને ઉદારતામાં ફેરવી શકતા અને કુટિલતાનું સરળતામાં પરિવર્તન કરી શકતા. ભારતવર્ષના લાખે લેઓએ તેમને સારી રીતે સાંભળ્યા હતા અને તેમાંથી તેમણે જીવન– સુધારણાની પ્રબળ પ્રેરણા મેળવી હતી. તેમણે છેલ્લાં ૩૫ વર્ષમાં આચાર્યપદને અત્યંત શોભાવ્યું હતું. . - મનહર ભાલ દેશમાં આવેલું જાવરા તેમની જન્મભૂમિ તેમના પિતાનું નામ મુળચંદભાઈ, માતાનું નામ બાપુબાઈ. જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org