________________
પૂજ્ય આયાર્યશ્રીએ રિમંત્રની પાંચે પીઠે સિદ્ધ કરેલી હતી, તેમાં પહેલી અને બીજી પીઠ રાહીડા રાજસ્થાનમાં સિદ્ધ કરેલી હતી, ત્રીજી અને ચોથી પીઠ અંધેરી મુંબઈમાં સિદ્ધ કરેલી હતી અને પાંચમી પીઠ નિપાણીના ચાતુર્માસમાં સોળ આયંબિલ પૂર્વક મૌન પાળી, સ્ત્રીનું મુખ જોયા વિના સિદ્ધ કરેલી હતી. તેને જ એ પ્રભાવ હતું કે તેમણે ચિંતવેલું દરેક કાર્ય સિદ્ધ થતું અને લોકો પર તેમને અજબ પ્રભાવ પડે. - સૂરીશ્વરજીનું વ્યક્તિત્વ વિરલ હતું, એટલે કે લાખો મનુષ્યમાં ભાગ્યેજ જોઈ શકાય તેવું હતું. તેમનામાં પાંડિત્યને પ્રકાશ હો, મુત્સદીની કુનેહ હતી, સાધુતાની સુવાસ હતી, ધર્મપ્રચારની ધગશ હતી અને સહુથી મોટી વાત તે એ કે તેઓ જ્યાં જતાં ત્યાં નાનાં કે મેટાં, સ્ત્રી કે પુરુષ, શિક્ષિત કે અશિક્ષિત સહુ કેઈનું પિતાના તરફ આકર્ષણ કરી શકતા. વ્યાખ્યાનપ્રસંગે તેમની વાણી જાહ્નવીના પવિત્ર પ્રવાહની જેમ અખલિત વહ્યા કરતી. તેમાં સિદ્ધાંતનું છટાદાર નિરૂપણ રહેતું હતું અને યુક્તિઓનું પ્રૌઢ પ્રતિપાદન થતું. તેમજ વીર, અભૂત, હાસ્ય, કરુણ, ભયાનક આદિ રસથી ભરેલા વિવિધ દષ્ટાંતેની કલામય રજૂઆત પણ થતી. મદારી મેરલી વગાડીને મૃગસમૂહને મુગ્ધ કરી શકે છે, તેમ સૂરીશ્વરજી પિતાની અસાધારણ વકતૃત્વકલા છેડીને મેટા મોટા માનવસમૂહને ડોલાવી શક્તા અને તેમને મંત્રમુગ્ધ બનાવી શકતા. તેમને વ્યવહાર ઉદાર હતું અને મિજાજ આનંદી હતે, તેથી સહુની પાસેથી સારી રીતે કામ લઈ શક્તા.
રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને લેકોને ધમ પમાડે, એ નિગ્રંથસૂત્રનું આચાર્યશ્રીએ પૂરી ચીવટથી પાલન કર્યું હતું. ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, માળવા, મધ્ય પ્રાંત, મહારાષ્ટ્ર આંધ્ર અને તામીલનાડની ભૂમિ તેમનાં પગલે પાવન બની હતી અને ત્યાંના હજારે સ્ત્રી-પુરુષએ તેમનાં દર્શન. સહવાસ તથા વ્યાખ્યાન શ્રવણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org