________________
પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ વગેરે
જીવ–વિચાર–પ્રકરણનું પ્રથમ પ્રકાશન મુંબઈવાળા શ્રાવક ભીમશી માણેકે સં. ૧૫માં લઘુપ્રકરણસંગ્રહમાં કર્યું હતું. ત્યાર બાદ ૧૨ વર્ષે મહેસાણાવાળા શ્રાદ્ધરન શ્રી વિણચંદ સુરચંદે ઉપર્યુક્ત શ્રીરનાકરજીની સંસ્કૃત ટીકાનું પ્રકાશન કર્યું હતું. તે પછી તેની ગુજરાતી આવૃત્તિ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકટ થવા લાગી કે જે આજે સાતમી આવૃત્તિ સુધી પહોંચી છે.
- આ પ્રકરણ શિક્ષણ પગી હોઈ અન્ય સંસ્થાઓએ પણ તેની ગુજરાતી-હિંદી આવૃત્તિઓ મૂલમાત્ર કે અર્થ સાથે પ્રગટ કરેલી છે, પણ તે બધાને અહીં વિગતવાર ‘ઉલ્લેખ કરવાની આવશ્યકતા નથી.
આ પ્રકરણને ફ્રેન્ચ અનુવાદ ડે. મેરિનેએ જર્નલ એશિયાટિકમાં સને ૧૯૦૨માં પ્રકટ કર્યો હતે.
આ પ્રકરણને અંગ્રેજી અનુવાદ કે વિદેશી સુપ્રસિદ્ધ વિદ્વાને કર્યાનું જાણમાં નથી, પરંતુ અમદાવાદથી શ્રી જૈન સિદ્ધાન્ત સંસાયટીએ મુનિશ્રી રત્નવિજયજી પાસે સંપાદિત કરાવીને સને ૧૯૫૦માં પાઠક રત્નાકરવૃત્તિ સાથે તેને અંગ્રેજી અનુવાદ પ્રકટ કરેલ છે.
પ્રસ્તુત જીવ-વિચાર-પ્રકાશિકા આ વિષયમાં એક નવું પ્રસ્થાન છે અને તે તાત્વિક ભૂમિકાથી માંડીને જીવ વિચારના તમામ વિષય પર સારે એ પ્રકાશ ફેંકી પિતાનું નામ સાર્થક કરે છે. આજને શિક્ષિત વર્ગ કે જે આ વિષયમાં અનેક શંકાઓથી ઘેરાયેલું છે, તેના મનનું સમાધાન કરવામાં આ વૃત્તિ અને ભાવ ભજવશે, એવી અમારી આંતરિક શ્રદ્ધા છે.
* સં. ૨૦૨૧ સુધીમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org