________________
કચ્છ-વિરાર-સ્ત્રમણિકા
मीव-विचार पर समयसुन्दरजी की टीका बास्तबमें है ही नहीं।' એટલે આ વસ્તુ વિચારણીય બને છે. - આ પ્રકરણ પર ત્રીજી સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય શ્રીજિનલાભના શિષ્ય શ્રી અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય શ્રીક્ષમાકલ્યાણકજીએ વિ. સં. ૧૮૫૦ના ભાદ્રપદ શુકલપક્ષની સપ્તમીના દિવસે બીકાનેરમાં પૂર્ણ કરેલી છે. આ વૃત્તિ પ્રમાણમાં નાની છે. એટલે કે અવચૂરિ જેવી છે, પણ વિષયને બંધ કરાવવા માટે સારી છે. એનું પ્રકાશન સં. ૧૯૬રમાં ગુજરાતી અનુવાદ સાથે શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર તરફથી થયેલું છે.
શ્રી મે. દ. દેશાઈએ જૈન સાહિત્યના ઈતિહાસમાં તેની નેંધ લીધેલી છે અને તેને રચનાસંવત્ ઉપર પ્રમાણે ૧૮૫૦ જણાવ્યું છે. શ્રી જિનરત્નમેષ ભાગ-પહેલામાં પણ તેને રચનાસંવત્ આ જ આપે છે, પરંતુ જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રગટ થતા જીવ-વિચાર–પ્રકરણની પ્રસ્તાવનામાં તેને સં. ૧૭૮૫ છપાયે જાય છે ! અનેક આવૃત્તિઓ થવા છતાં આ ભૂલ સુધરી નથી, એ ખરેખર! એને વિષય છે. - આ સિવાય શ્રીજિનરત્નમેષ-ભાગ પહેલામાં બે વિશેષ ટીકાઓને ઉલ્લેખ થયેલે છે, એક ઈશ્વરાચાર્ય કૃત અક્ષરાર્થદીપિકાને અને બીજે તેના આધારે શ્રી ભુવનસુંદરે રચેલી ટીકાને. પરંતુ તેને વિશેષ પરિચય હજી પ્રાપ્ત થયે નથી. તેની મૂળ પ્રતિએ જોયા પછી જ ખબર પડે કે ખરેખર એમાં એ છે?'
Jain Education International
For Private & Personal Use Only
For PV
www.jainelibrary.org