________________
પ્રસ્તુત પ્રકરણ પરવૃત્તિઓ વગેરે
છવ-વિચાર પરની ટીકાઓમાં જણાવ્યું છે કે પહેલી ટીકા વિ. સં. ૧૬૧ભાં રત્નસૂરિએ (રત્નસાધુએ) રચી અને બીજી સં. ૧૬૧૦માં ખરતરગચછીય ચન્દ્રવર્ધનગણિના શિષ્ય મેઘનંદનગણિએ રચી. પણ આમાં ગરબડ થઈ ગઈ છે. આ બે ટીકાઓ જુદી નથી, પણ એક જ છે. શ્રી ચન્દ્રવર્ધનગણિને શ્રી મેઘનંદન, શ્રી દયાનંદન અને શ્રી વિજયનંદન એ નામના ત્રણ શિષ્ય હતા. તેમાં મેઘનંદનના શિષ્ય પાઠક રત્નાકરજીએ આ વૃત્તિ રચી, એવી સ્પષ્ટતા પ્રસ્તુત વૃત્તિની નિમ્ન પંક્તિઓમાં થયેલી છે
सुगुणगणिस्तृतीयः सरलमतिः कुशलसिंहनामान्यः । विख्यातचन्द्रवर्धनगणिरप्यासीत् क्रमेण ततः ॥९॥ तेषां शिष्यत्रितयं समजनि जगतीतले विदितविद्यम् । श्रीमेघनन्दनदयानन्दनविजयनामानः ॥१०॥ श्रेष्ठश्रेठिकुलोत्तंसा, वाचका मेघनन्दनाः । वृतिं जीवविचारस्याकार्षीद्रत्नस्तदन्तिषत् ॥११॥
આ પ્રકરણ પર બીજી સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય શ્રીસમયસુંદર ગણિએ સં. ૧૬૯૮માં અમદાવાદમાં હાજા પટેલની પળમાં રહીને રચી હતી, આવી માહિતી જેના સાહિત્યના ઈતિહાસ પૃ. ૫૮ પર સાક્ષરવર્ય શ્રી મોહન લાલ દલીચંદ દેશાઈએ આપી છે અને તે માટે ભાવનગરના શ્રી ભક્તિવિજયજી ભંડારની સૂચીને હવાલે આખે છે, પરંતુ આ વૃત્તિ હજી સુધી પ્રસિદ્ધ થયેલી નથી. આ સંબંધમાં બીકાનેરનિવાસી સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી અગરચંદ નાહટ સાથે પત્રવ્યવહાર કરતાં તેમણે એ ખુલાસે કર્યો છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org