________________
પ્રકરણ આવ્યું પ્રસ્તુત પ્રકરણ પર વૃત્તિઓ વગેરે.
ગ્રન્યરચનાઓ કે પ્રકરણરચનાઓ તે ઘણી થાય છે, પરંતુ તે બધા પર વૃત્તિ કે ટીકા રચાતી નથી. તેમાંની જે રચના અસાધારણ વિશેષતા ધરાવતી હોય, અતિશય ઉપયોગી હોય કે એક યા બીજા કારણે લોકપ્રિય થયેલી હોય, તેના પર વૃત્તિ કે ટીકા રચાય છે. પ્રસ્તુત જીવ–વિચારપ્રકરણ પર વૃત્તિઓ કે ટીકાઓ રચાઈ તેનું કારણ તેની ખાસ ઉપગિતા તથા કપ્રિયતા છે.
આ પ્રકરણ પર સુખધિકા નામની સંસ્કૃત ટીકા ખરતરગચ્છીય વાચક શ્રી મેઘનંદનના શિષ્ય પાઠક રત્નાકરજીએ સં. ૧૬૧૦માં રચેલી છે. પ્રશસ્તિમાં સાલ ઉપરાંત આ વદિ ૮ અને “ઘલ” નામના સ્થાનને નિર્દેશ છે. . આ વૃત્તિ શ્રી યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા મહેસાણા તરફથી સં. ૧૯૭૧માં પત્રકારે પ્રસિદ્ધ થયેલી છે. - અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે ભાંડારકર ઈસ્ટીટયુટે પ્રકાશિત કરેલા શ્રી જિનકેષ–ભાગ પહેલામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org