________________
જીવ-વિચાર-પ્રકરણના નિર્માતા છૂટથી ધર્મને પ્રતિબધ કરતા. આ રીતે કુલ ૪૧૫ રાજકુમારે જૈન ધર્મની છત્રછાયા નીચે આવ્યા હતા અને તેના આચાર-વિચારનું પાલન કરી રહ્યા હતા.
એક વાર એક શ્રેષ્ઠિપુત્રને સર્પદંશ થતાં તેને મૃત માનીને જમીનમાં દાટી દીધું હતું. આચાર્યશ્રીને ખબર પડતાં તેને જમીનમાંથી બહાર કઢાવ્યું અને મંત્રશક્તિથી નિર્વિષ કર્યો. આ રીતે તેને નવીન જીવન પ્રાપ્ત થતાં સૂરિજીની એક મહામાંત્રિક તરીકેની ખ્યાતિ વિસ્તાર પામી.
સર્વતોમુખી પ્રતિભાને વરેલા આ આચાર્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની બ્રહવૃત્તિ ૧૮૦૦૦ કલેકપ્રમાણુ રચેલી છે, જે વાદશક્તિ માટે કિલ્લા સમાન મનાય છે. મહારાજા સિદ્ધરાજની સભામાં શ્રી સ્વાદિદેવસૂરિએ આ ટકાના આધારે જ દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રને પરાજય આ હતું. તેમની અન્ય કૃતિઓમાં અહંદૂ-અભિષેકવિધિ તથા બુહચ્છાન્તિ પાઠ (મટી શાંતિ ) ની ગણના નિશ્ચિત છે. આ ઉપરાંત બીજી કૃતિઓ પણ સંભવે છે, પરંતુ તે સંબંધી વિશેષ શેધળ થવાની આવશ્યકતા છે.
આ આચાર્યશ્રીએ પિતાના શિષ્ય સમુદાયમાંથી શ્રી વિરમુનિ, શ્રીશાલિભદ્રમુનિ તથા શ્રી સર્વદેવમુનિને
આચાર્ય પદવી આપી ગચ્છની વ્યવસ્થા કરી હતી અને પિતાનું આયુષ્ય અલ્પ જાણીને યશશ્રાવકના પુત્ર સેઢે કાઢેલા ગિરનારતીર્થના યાત્રા સંઘ સાથે પ્રયાણ કર્યું હતું.
ત્યાં ગિરનારતીર્થની યાત્રા કર્યા પછી અણસણવ્રતનો સ્વીકાર કર્યો હતો અને ૨૫ દિવસ સુધી તેનું પાલન કરીને સ: ૧૦૯ના જેઠ સુદ ને મંગળવારે કૃતિકા નક્ષત્રમાં સમાધિપર જેહને ત્યાગ કરી અાગમન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org