________________
પંચ પ્રતિકમણ સૂત્ર
૨૫
ધર્મકરણી કરનાર શ્રાવક જરૂર આરાધક છે. અને માત્ર ધ્યાનની ટેવ કેળવવા જ ધ્યાનનો અભ્યાસ કરે, તો તેની આરાધતાને હરકત નથી. પરંતુ એ મહાન, આધ્યાત્મિક ક્રિયાઓને છોડીને તેને બદલે એકલા ધ્યાનની જ પાછળ પડે, અને તેને જ મોક્ષનો મુખ્ય હેતુ માને, તો તે આરાધક ભાવે ન ગણાય. કારણ કે, કોઈ ખાસ જીવોને બાદ કરીને સામાન્ય રીતે ધ્યાનથી ત્રણ શલ્ય રહિત થવું મુશ્કેલ છે. અને આધ્યાત્મિક કાયોત્સર્ગ સાથે ધ્યાન હોય, તો સોનું ને સુગંધ સમજવું. પરંતુ ધારો કે, ધ્યાન ન આવડતું હોય, તો પણ જેટલે અંશે આધ્યાત્મિક માર્ગમાં પ્રયાણ તેટલો તો લાભ મળી જ ચૂકે છે. અને કાઉસગ્ગ સિવાય એકલા ધ્યાનથી એવો આધ્યાત્મિક લાભ મળતો નથી. તે લાભને બદલે આ જમાનામાં તો દંભ, અભિમાન, ધર્મ અને ધર્મનાં સાધનો તરફ ગર્ભિત અણગમો કેળવાય છે તથા સાંસારિક સુખ સગવડો મેળવવાના અને શરીર-મમત્વના ઊંડા સંસ્કારો પડે છે. ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કર્યાની ખોટી માન્યતા મનમાં ઘર ઘાલે છે. જીવન સંયમી થતું નથી. કાયોત્સર્ગ યુકત ધ્યાન, સમાધિ વગેરે યોગનાં અંગોની પરાકાષ્ઠા છે અને અતિ વિશુદ્ધ આલંબન છે. ધ્યાનાવસ્થા સાંગોપાંગ ન હોય તો પણ કાઉસ્સગ્નમાં કરવાનાં સ્મરણો જ એક ઉત્તમ ભાવનાઓ તરીકેનો લાભ આપે જ છે. માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગની શ્રેષ્ઠતા અનેકગણી વિશેષ છે, એ કદી જૈન બાળકે વીસરવાનું નથી.
यतुर्विंशति स्तव सूत्रनो विशेषार्थ (૧) આ એક સ્વતંત્ર ચતુર્વિશતિ સ્તવનામે આવશ્યક તરીકે છે, અને કાઉસ્સગ્નમાં ધ્યેય તરીકે પણ આ સૂત્રને ઉપયોગી ઠરાવ્યું છે. એક નવકારના કાઉસ્સગ્ગ સિવાયના તમામ કાઉસ્સગ્ગોમાં મોટે ભાગે આ સૂત્રનો સ્મરણ તરીકે ઉપયોગ છે. માત્ર લોગસ્સ ન આવડતો હોય ત્યારે તેને બદલે ચાર નવકાર ગણવાના હોય છે. એ ઉપરથી આ સૂત્ર કાઉસ્સગ્નમાં ધ્યેય-સ્મરણ તરીકે મુખ્ય છે.
(૨) આ સૂત્રમાં મુખ્ય ત્રણ ભાગ છે. ૧. ચોવીસ તીર્થંકરોની એવી શી મહત્તા છે ? કે-જેથી તેઓના નામનું સ્મરણ આટલું બધું મહત્ત્વનું ગયું છે? તે મહત્ત્વનાં કારણો ૧લી ગાથામાં આપ્યાં છે. તેઓએ મોહને જીત્યો છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અહ-પોતે કૃતકૃત્ય હોવા છતાં ધર્મતીર્થ-નામની ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાલી સંસ્થા-શાસન સ્થાપેલ છે. અને આમ કરીને તેઓએ જગતના લોકોનાં જીવન ઊજળાં બનાવ્યાં છે. અથવા ત્રણ લોકમાં જે કાંઈ ઉત્તમતા-સારાપણું-ઊજળાપણું, ઊજળી બાજુ છે તે આ મહાપુરુષોને આભારી છે. માટે તેઓ જ સર્વોત્કૃષ્ટ સ્તુતિને લાયક છે - એમ સૂચવે છે.
(૩) વળી આ ગાથામાં એક મહત્ત્વનો શબ્દ એ છે કે, આ ચોવીસેય તીર્થકરો જેને શ્રદ્ધાવંતને સંપૂર્ણપણે-એકસરખી રીતે માન્ય, આરાધ્ય અને પૂજ્ય છે તેમાં જરાપણ ચૂનાધિકતા રાખે તેટલી તેના જૈનપણામાં ખામી ગણાય. તેથી સર્વ તીર્થકરોનું અસ્તિત્વ અને સંપૂર્ણ પૂજ્યત્વ સ્વામિત્વ જૈન શાસનને માન્ય છે. તેથી તેના સર્વે અનુયાયીઓને પણ માન્ય હોવું જ જોઈએ. તેમ હોય તો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org