________________
પંચ પ્રતિકમાણસૂત્રો
તે જૈન ધર્મના અનુયાયી ગણાય, અને તો જ તે લોગસ્સ સૂવથી સ્તુતિ કરવાને લાયક ગણાય. આ એક ઘણો જ મહત્ત્વનો શબ્દ છે.
(૪) ૨. ભાગમાં શ્રી ઋષભદેવ પ્રભુથી માંડીને શ્રી વર્ધમાન સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર ભગવંતોનાં નામ આપ્યાં છે. અમોએ તે નામો સાથે તેઓના જન્મની નગરી, માતાપિતા અને લાંછન પાછળ આપ્યાં છે તથા નામોનાં કારણો આપ્યાં છે. આ ભાગમાં મુખ્યપણે માત્ર નામો જ આપ્યાં છે. અને પછીની સર્વ સામાન્ય સ્તુતિ સૌને લાગુ કરવામાં આવી છે.
(૫) ૩ જા ભાગમાં પણ ત્રણ ભાગ છે. તેમાંની પહેલી ગાથામાં એ તીર્થંકરોના વિશેષ ગુણો બતાવ્યા છે. અને ભકત તેઓનો પ્રસાદ માગે છે. એટલે કે વિશ્નો દૂર થઈ પ્રથમ તેઓની સાથે પોતાનો સંબંધ થાય એમ ઈચ્છે છે. બીજા ગાથામાં મોક્ષ માટે બોધિ-સમ્યગુદર્શન-અને ઉત્તમ સમાધિથી સમ્યગૂ જ્ઞાન અને સમ્યફ ચારિત્રની પ્રાર્થના છે. ત્રીજી ગાથામાં મોક્ષની પ્રાર્થના છે. આ મુખ્ય વિષયો છતાં સાથે સાથે ત્રણેયમાં તીર્થકરોના વિશેષ ગુણો બતાવ્યા છે. રજ અને મેલ વગરનાં, જરા અને મરણ વગરના મોહ જીતનારાઓમાં શ્રેષ્ઠ, તીર્થ સ્થાપનારા, કીર્તિત, વંદિત અને પૂજિત, જગતમાં ઉત્તમ તરીકે સાબિત થઈ ચૂકેલા, મોક્ષના સાધનરૂપ સમ્યગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્ર આપનારા, ચંદ્ર કરતાં નિર્મલ, સૂર્ય કરતાં વધારે પ્રકાશક, સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર અને મોક્ષમાં જતે ગયેલા – સિદ્ધ થયેલા છે, માટે તેની પાસે મોક્ષની છેવટની માગણી પણ ઉચિત છે. આમ અદ્ભુત ગુણો ઘણી જ ખૂબીથી વર્ણવ્યા છે.
અહીં આપવાનું કે પ્રસન્ન થવાનું તીર્થકર ભગવંતોને હોતું જ નથી, પણ ભકત તેઓને નિમિત્ત બનાવી જેટલો લાભ તેઓથી લઈ શકાય, તેટલો લેવો અને એ લાભ તેઓએ આપ્યો, એમ ઉપચારથી માની, માત્ર પ્રાર્થના કરવામાં આવે છે. તેથી જૈન શૈલી પ્રમાણે પણ બરાબર સંગત છે, એમ સ્પષ્ટ
જણાશે.
શ્રી ચોવીસ અહંતુ તીર્થંકર ભગવંતોનાં નામાદિ
=
નગરી
લંછન
૧ ૨
નામ ઋષભદેવપ્રભુ અજિતનાથ સંભવનાથ અભિનંદન સુમતિનાથ પદ્મપ્રભુસ્વામી સુપાર્શ્વનાથ
વિનીતા અયોધ્યા શ્રાવર્તિ અયોધ્યા અયોધ્યા કૌશાંબી વણારસી
પિતા માતા નાભિ રાજા જિતશત્રુ રાજા વિજયા” જિતારિ રાજા સેના ” સંવર રાજા સિદ્ધાર્થી "
મંગલા ” શ્રીધર રાજા સુશીલા ” પ્રતિષ્ઠિત રાજા પૃથ્વી”
વૃષભ હાથી ઘોડો વાંદરો કૌંચ રાતું કમળ સાથીઓ
»
૫
મેઘ રાજા
ખ
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org