________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
એ છે કે-કરેમિ સૂત્રમાં અપાણે વોસિરામિ પદો છે. તે જ પદો અહીં પણ છે, અહીં તેની સાથે કાયં પદ વધારે જોડેલ છે. અને ત્યાં કાર્ય પદ મૂકેલ નથી. એ ઉપરથી અહીં કાયારૂપ આત્મા લેવો. અથવા પોતાની કાયા એવો અર્થ લેવાથી અહીં બંધબેસતો અર્થ થશે, કારણ કે અહીં કાઉસ્સગ્નનો પ્રસંગ છે. તેથી તેના કાય-ઉત્સર્ગ શબ્દમાં જ કાયાનો ત્યાગ મુખ્ય છે. સ્પષ્ટ કરવા કાર્ય પદ ઉમેર્યું છે, તે વાજબી જ છે.
છે. આ સૂત્રો કેટલાં ગંભીર છે ? અને તેના જેવા મહત્વપૂર્ણ અને ગંભીર અર્થેવાળા વિચિત્ર અન્વયો છે ? તે આ ઉપરથી કંઈક સમજાશે.
કાઉસ્સગનો વિશેષાર્થ
૧. કાઉસ્સગ્ગ ઉત્તર ક્રિયા રૂપ છે, કેમકે કપડું ધોયા પછી તેના ઉપર ગરમ ઈસ્ત્રી ફેરવવારૂપ ઉત્તર ક્રિયા કરવાથી જેમ તે વધારે ઊજળું થાય છે, તેની ઘડી ભાંગી જાય છે, અને અકકડ તથા ચકચકિત થાય છે. તેમ પ્રતિક્રમણથી શુદ્ધિ થવા છતાં કાઉસ્સગ્ગથી વિશેષ શુદ્ધ-શલ્યરહિત અને પાપરહિત આત્મા થાય છે. કાઉસ્સગ્ગને શાસ્ત્રમાં વણશોધન પણ કહેલ છે. એટલે કે શરીરમાં પહેલું શલ્ય-સાલ-ફાંસ જેમ શસ્ત્રક્રિયા [ઑપરેશનથી વાઢકાપ કરીને કાઢી નાંખવામાં આવે છે. અને પછી તેના ઉપર મલમપટ્ટા લગાડવા રૂપ ઉત્તરક્રિયા કરાય છે, તેમ કાઉસ્સગ્ગ પણ ત્રણ શલ્ય કાઢીને મલમ પટ્ટારૂપ છે.
૨. કાઉસ્સગ્ગ- એ આભ્યન્તર છ પ્રકારના તપમાંના પ્રાયશ્ચિત્ત નામના પહેલા ભેદનો પાંચમો ભેદ છે, છ આવશ્યકમાંનું એક આવશ્યક છે, બાહ્ય તપમાંના કાયફલેશ તપનો પણ એક જાતનો પ્રકાર છે. એટલે કે તે એક જાતનું તપ પણ છે. વળી તેની રચના ધ્યાનને મળતી છે. જેમ કે, કાઉસગ્ગ મનપણે કરવાનો હોય છે. તેનું આસન-મુદ્રા વગેરે ધ્યાનને લગતા છે. એટલે તે એક પ્રકારનું ધ્યાન પણ છે. પરંતુ ધ્યાનમાં અને કાઉસ્સગ્નમાં મોટો ફરક છે. ધ્યાન એ યોગવિદ્યાનો એક મુખ્ય પ્રકાર છે. અને કાઉસગ્ગ એ આધ્યાત્મિક વિદ્યાનો એક પ્રકાર છે. યોગવિદ્યા એક પ્રકારની વિદ્યા છે. પરંતુ સર્વ વિદ્યામાં આધ્યાત્મિક વિદ્યા શ્રેષ્ઠ છે. એટલે યોગવિદ્યા પણ જ્યાં સુધી અધ્યાત્મવિદ્યામાં સહાયક તરીકે ઉપયોગમાં આવે, ત્યાં સુધી તે સમ્યફ વિદ્યા છે. પણ જો તે આધ્યાત્મિક જીવનના લક્ષ્ય વગરની હોય, તો તે પણ મિથ્યા વિદ્યારૂપ છે. એટલે ધ્યાન-કાઉસ્સગ્નનું અંગ બની શકે છે. ધ્યાનમાં માત્ર મનની એકાગ્રતા કરવાની હોય છે, જે ઝાણોણપદથી સૂત્રમાં સૂચવાયેલ છે. પરંતુ કાયોત્સર્ગમાં કાયાના મમત્વના ત્યાગપૂર્વક-કેવળ મોક્ષના ઉદ્દેશથી મૌનપણે રહી ધ્યાન કરવાનો સાવદ્યયોગનો ત્યાગ, ત્રણ શલ્ય રહિત થવું, હિંસા ન કરવી. અને એકંદર કર્મોનો નાશ કરી મોક્ષ મેળવવાનો ઉદ્દેશ ન હોય, તો તે ધ્યાન આધ્યાત્મિક જીવનનું અંગ બની શકતું નથી. પરંતુ ધ્યાન સાથે ઉપરના ઉદ્દેશો રાખવાથી જ કાઉસ્સગ્ગ નામની મહાન જૈન ક્રિયા થઈ સમજવી.
૩. આ ઉપરથી એમ સમજી રાખવું કે, દરરોજ સામાયિક વગેરે તીર્થકર ભગવંતોએ બતાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org