________________
પંચ પ્રતિકમાણસૂત્રો
ઈરિયાવહિયં સૂત્રનો વિશેષાર્થ (૧) ઈચ્છકાર, ઈચ્છાકારેણ, ઈચ્છ, ઈચ્છામિ વગેરે શબ્દો ઘણી વાર વિધિઓમાં અને સૂત્રોમાં આવે છે, તેનો આશય એ છે કે જૈન આચાર માટે (૧) ઈચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસિડિઆ, (૫) છંદણા, (૬) તહરિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા-એ દશ પ્રકારની સામાચારી શાસ્ત્રમાં બતાવેલ છે. તેમાં ઈચ્છા સામાચારીનો ટૂંકામાં એ આશય છે કે, ગુરુ જે કાંઈ પણ આજ્ઞા કરે છે, પરંતુ તે શિષ્યની ઈચ્છા હોય તો શિષ્ય ગુરુની પાસે આજ્ઞા માગે છે, પણ તે આજ્ઞા આપવાની તેઓની ઈચ્છા હોય તો.
દાખલા તરીકે:- ગુરુ કહે કે, “હે ! શિષ્ય ! તમો સ્વાધ્યાય કરો. ઈચ્છે : ઈચ્છા હોય તો.” શિષ્ય કહે, “હે ગુરુ મહારાજ ! મારી ઈચ્છા આપનું વેયાવચ્ચ કરવાની છે, તો તે બાબતની આજ્ઞા આપશો. પરંતુ તે આજ્ઞા આપવાની પણ આપની ઈચ્છા હોય તો” ઈત્યાદિ શિષ્ય અને ગુરએ તથા બીજા મુનિઓએ પરસ્પર કયાં કયાં ઈચ્છા સામાચારી સાચવવાની છે, તેવા ઘણા બારીક નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે, તેને અનુસરીને ઉપરના શબ્દો આવે છે.
દાખલા તરીકે:-ખમા-સમણ સૂત્રમાં-ઈચ્છામિ, તેમાં શિષ્ય પોતાની વંદન કરવાની ઈચ્છા બતાવે છે. ગુરુ-ઈચ્છ, ન કહેતાં વંદિઉ?-નો છંદેણથી જવાબ આપે છે. ગુરુ પોતાનું અભિમાન ન ગણાય માટે વંદન કરવાની અનુમતિ આપતા નથી અને શિષ્યને ભકિતભાવમાં અંતરાય ન પડે માટે નિષેધ પણ નથી કરતા. એટલે તેના જવાબમાં શિષ્ય ઈચ્છે કહેવાની જરૂર રહેતી નથી. અને પોતાની ઈચ્છાથી વંદન કરે છે. તેવી જ રીતે ઈચ્છકારમાં શિષ્ય ગુરુને સુખશાતા પૂછે છે. તેમાં પણ ગુરુની ઈચ્છા હોય તો જ ગુરુ આજ્ઞા આપે, તેમાં આગ્રહ કે બલાત્કાર નથી. અભુઠિઓમાં તથા ઈરિયાવહિયા સૂત્રમાં અપરાધ ખમાવા તથા પ્રતિક્રમવાની પોતાની ઈચ્છા શિષ્ય જણાવે છે અને તે માટે ગુરુ પાસે આદેશ માગે છે. પરંતુ એ આદેશ માગવાનું વાક્ય સાંભળવું, તથા આદેશ આપવો, તેમાં પણ ઈચ્છાકારેણ-એટલે આપની ઈચ્છા હોય તો જ આદેશ આપવો. ગુરુ ખામહ તથા પડિકકમેહ વગેરે આદેશ આપે છે.
શિષ્ય-ઈચ્છે કહી આદેશ સાંભળવાની પોતાની ઈચ્છા છે, એમ વ્યકત કરી ગુરુનું વાક્ય માથે ચડાવે છે. પછી ઈચ્છામિ પડિકકમિઉ કહી પોતાની પ્રતિક્રમવાની ઈચ્છા બતાવે છે. આ જ પ્રમાણે કરેમિ, પડિકનમામિ વગેરે ક્રિયાપદોમાં પણ ઈચ્છા સામાચારી ઉઘાડી રીતે કે ગર્ભિત રીતે ગોઠવાયેલી હોય જ છે. એમ દરેક ઠેકાણે સમજવું.
(૨) ઈચ્છામિ પડિકકમિઉથી ઈરિયાવહિય સૂત્રમાં મુખ્ય ચાર ભાગ પડે છે. અને તે દરેકના પેટા ભાગો પણ છે. તે સર્વે મળીને આ સૂત્રની જુદી જુદી સંપદાઓ ઉત્પન્ન થાય છે.
(૩) ૧. ઈચ્છામિ, ૨. પડિકકમિઉ, ૩. ઈરિયાવહિયાએ, ૪. વિરાણાએ આ ચાર મુખ્ય ભાગો છે. ૧. ઇરિયાવહિયા, ૨. વિરાણા, તેનું ૩. પ્રતિક્રમણ અને ૪. તે કરવાની પોતાની જાતની જ '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org