________________
પંચ પ્રતિકમાણસૂત્રો
કોઈના બળાત્કાર વિનાની ઈચ્છા.
હવે આ આખું સૂત્ર એ ચાર પદોના વિસ્તારરૂપે જ છે, એમ કહીએ તો ચાલે. ૧. ઈરિયાવહિયા એટલે જવા આવવાની ક્રિયામાં થયેલી, તે બતાવવા ગમણાગમણે શબ્દોથી ઈરિયાવહિયાનો અર્થ બતાવ્યો છે. જવા આવવાથી હિંસા થવાનો સંભવ કઈ રીતે છે ? તે બતાવવા પાણકકમસેથી સંકમણે સુધીનાં પદો સામાન્ય રીતે કયા કયા જીવોની હિંસાનો વિશેષ સંભવ હોય ? તે સૂચવનારા છે. ત્યાર પછી, એચિંદિયા વગેરે પદોથી હિંસા જે જીવોની થવાનો સંભવ છે તે સર્વ જીવોના સંગ્રહરૂપ એકેંદ્રિયાદિક પાંચ જાતિ કે જેમાં સર્વ જીવ રાશિનો સમાવેશ થાય છે-તે દરેકનો ટૂંકામાં સંગ્રહ કરી લીધો છે, એટલે કે મુખ્ય રીતે-જતાં આવતાં, પણ સામાન્ય રીતે જે કોઈ પણ જીવની હિંસા થઈ હોય તે સૂચવેલ છે. પછી–
૨. વિરાણા શબ્દની વ્યાખ્યારૂપે અભિયા વગેરે દશ પદો આપવામાં આવ્યાં છે. એ પદોથી વિરાધના=હિંસા થવાના સંભવના અનેક પ્રકારોનો વિગતવાર ઉલ્લેખ થાય છે.
૩. પડિકકમિઉ અને ૪. ઈચ્છામિના સારાંશ તરીકે તરસ મિચ્છામિ દુકકડે એ પદો છે. આમ મુખ્ય ચાર ભાગમાં આખું સૂત્ર વહેંચાયેલું છે.
૪. વળી તેના મુખ્ય બે ભાગ પણ છે, આલોચના અને પ્રતિક્રમણ, શાસ્ત્રમાં દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો બતાવેલાં છે (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ (૩) મિશ્ર, (૪) વિવેક (૫) કાયોત્સર્ગ (૬) ત૫ (૩) છેદ (૮) મૂલ (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત. તેમાં આલોચના = એટલે ગુરુ સમક્ષ વિગતવાર અપરાધ જણાવવો. પ્રતિક્રમણ = તેની માફી માંગવી, મિચ્છામિ દુકકડું દેવું. એ રીતે જોતાં આ સૂત્રમાં જીવિઆઓથી વિવારોવિયા સુધી આલોચના પ્રાયશ્ચિત્ત છે, અને તસ્સ મિચ્છામિ દુકકડંથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સૂચવ્યું છે.
૫. વળી આ સૂત્ર છ આવશ્યકમાંનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ આવશ્યક પણ છે.
૬. તસ્સ મિચ્છામિ દુકકમાં જેમ હિંસા રૂપ વિરાધનાનું પ્રતિક્રમણ છે, તેમ જ ગૌણપણે મન-વચન-કાયાથી થયેલા બીજા દોષોનું પણ ગર્ભિત રીતે પ્રતિક્રમણ છે, એ સૂચવવા માટે શાસ્ત્રકારોએ તેના નીચે પ્રમાણે ભાંગા આપ્યા છે. જીવભેદ – પ૬૩, અભિયાદિ-૧૦, રાગ-દ્વેષ-૨, ત્રણયોગ-૩, કૃત-કારિત-અનુમોદિત-૩, ત્રણ કાળ-૩, અરિહંત-સિદ્ધ-સાધુ-દેવ-ગુરુ-આત્મ ૬ સાક્ષીથી અનુક્રમે પ૬૩૮૧૨૮૩૪૩૪૩૪૬ = ૧૮૨૪૧૨૦.
છે. આ વિભાગો ઉપરથી દેવનંદન ભાષ્ય વગેરેમાં આપવામાં આવેલી ઈરિયાવહિયા સૂત્રની સંપદાઓનું સ્વરૂપ પણ સ્પષ્ટ સમજાશે.
તસ્સ ઉત્તરી સૂત્રનો વિશેષાર્થ ૧. આ સૂત્ર સ્વતંત્ર સૂત્ર છે કે કોઈ સૂત્રનો અમુક ભાગ છે તે વિચારવા જેવું છે. આ સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org