________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૭
ઐયપથિકી ક્રિયા ઐયપથિકી વિરાધના અને તેના પ્રતિક્રમણની સમજ
પથિકી વિરાધના- આ વિરાધના શરીરની જવા આવવા વગેરે ચેષ્ટાથી લાગે તેથી કર્મ બંધાય છે, આ વિરાધના પહેલા ગુણસ્થાનકની છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે, તેથી તે વિરાધના શ્રમણ ભગવંતોને પણ લાગે છે. અને તે ક્રિયાને લીધે તેઓને પણ કર્મ બંધાય છે. આ ઈર્યાપથિકીથી લાગેલું કર્મ દૂર કરવા શ્રમણ ભગવંતોને પણ તેનું પ્રતિક્રમણ કરવાનું હોય છે.
તેઓ શલ્ય રહિત, પાપરહિત અને સારા સહનવાળા હોવા છતાં તેઓને કાયોત્સર્ગના હેતુઓ અને આગારના સૂત્રની જરૂર પડે, એ સ્વાભાવિક છે, તથા સ્વયં બુદ્ધ તીર્થંકર ભગવંતોને ચતુર્વિશતિ સ્તવ અને ગુરુવંદન સૂત્રના ઉચ્ચારની જરૂર ન પડે એ પણ સ્વાભાવિક છે,
પરંતુ તે સિવાયના-કર્મસહિત છદ્મસ્થ જીવોને ઈરિયાવહીયં સૂત્ર કાઉસ્સગ્નના હેતુઓનું, તથા અલ્પસત્ત્વવંત હોવાથી આગારોનું સૂત્ર અને ચતુર્વિશતિસ્તવ સૂત્ર બોલવાની જરૂર પડે છે. તે સમગ્ર વિધિનું નામ ઈરિયાવહિયા પડિકમાણનો વિધિ કહેવાય છે.
૪. આ ઈરિયાવહિયા પડિકકમવાનો વિધિ ઘણે ભાગે તમામે તમામ ધાર્મિક જૈન વિધિઓનું મુખ્ય અંગ છે, કેમકે અનેક વિધિઓમાં તે આવે છે. કોઈ પણ વિધિની શરૂઆતમાં, તથા વખતે તેના અંતમાં પણ આ વિધિ આવે છે. તેમજ કોઈ પણ મુખ્ય વિધિમાં પ્રવેશ કરતાં પહેલાં, અથવા પ્રવેશ કર્યા પછી પણ જ્યારે વચ્ચે દોષના સંભવ જણાય ત્યાં ત્યાં પણ ઈરિયાવહિયા પડિકકમવાના હોય છે. સામાયિક કે પ્રતિક્રમણ શરૂ કરતાં, સામાયિક કે પ્રતિક્રમણ પારતાં, તે ચૈત્યવંદન દેવવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્ન વગેરેના નિવારણ માટે, અવજ્ઞા-આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે પણ આવે છે, કાજે લેતાં, પરઠવતાં, ચરવળો પડી જાય કે આડ પડી જાય, કે ચાલુ ક્રિયામાંથી ઊઠીને જવું આવવું પડ્યું હોય, તો તુરત જ ઈરિયાવહિયા પડિકકમીને ચાલુ ક્રિયામાં ભળી શકાય છે. આ દાખલાઓ ઉપરથી આ વિધિનો ઉપયોગ અનેક ઠેકાણે થાય છે, તે સમજાશે.
૫. ઈરિયાવહિયા પડિકમવાનો આ વિધિ, આલોચના-પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવાનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, અને સામાન્ય નિમિત્તોથી થયેલા દોષોના પ્રતિક્રમણરૂપ છે. વિશેષ દોષોની શુદ્ધિ માટે બીજા અનેક આલોચન-પ્રતિક્રમણોની વિધિઓ છે.
૬. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ - તરતનાં-તાજાં લાગેલાં કર્મોને દૂર કરી ખંખેરી નાંખવાનો છે. કર્યો છે કે અનેક કારણોથી લાગે છે, પરંતુ કર્મ લાગવાનાં સર્વ કારણોમાં હિંસા સર્વથી મુખ્ય કારણ છે. અને સાધારણ રીતે-જવું-આવવું, લેવું-મૂકવું વગેરે પ્રવૃત્તિ કરવી પડે છે, ત્યારે ઈચ્છા ન હોય તો પણ ગમે તેવા યોગોથી પણ હિંસા થઈ જવાનો સંભવ છે. એમ અનિચ્છાએ થઈ ગયેલી હિંસા, તથા ઈચ્છાપૂર્વક જાણતાં પણ થઈ ગઈ હોય, તેના પણ પ્રતિક્રમણનો આમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત-મન અને વચનથી પણ જે જે તાજો કર્મો બંધાયાં હોય, તેના પ્રતિક્રમણના પણ આમાં સમાવેશ છે. મિચ્છામિ દુક્કડ. એ પદો એ સર્વ પ્રકારના દોષોને મિથ્યા કરવા માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org