SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો [ગુરુ-] (મિચ્છા મિ દુકક) ૫. શ્રી ગુરુની ક્ષમા માગવા માટેનું-સૂત્ર. ૩ ગાથાર્થ:- શિ:-] હે ભગવન! આપ આજ્ઞા આપવાને ઇચ્છો છો? હું આપની સાથેના] અંદરો અંદરના પ્રસંગોના દિવસના કિ રાત્રિની અંદર થયેલ] અપરાધોની ક્ષમા માગવાને [આપની સામે ખડે પગે હાજર થયો છું. ગિર -] ('ખમાવો [ક્ષમા માગો]) શિષ્ય :-] હુંપણ ઇચ્છું છું. હું દિવસ કિ રાત્રિ સંબંધી અપરાધો ખમાવું છું, જે કાંઈ-અપ્રીતિ ઉત્પન્ન કરનારું કિ મારે પોતાને નિમિત્તે, અત્યન્ત અપ્રીતિ ઉત્પન્ન કરનારું કિ બીજા કોઈને નિમિત્તે, આહારની બાબતમાં, કિ] પાણીની બાબતમાં; વિનય [ભક્તિ યુક્ત બહુ-માનમાં, કિ] વિયાવચ્ચ સિવા-ચાકરીમાં; “સાધારણ વાતચીતમાં, કિ લાંબી વાતચીતમાં; આપ કરતાં ઊંચું આસન રાખવાથી, કિ] સરખું આસન રાખવાથી “વચ્ચે ડહાપણ ડહોળવાથી, કિ] [આપ ઉપરાંત પિતાની હોશિયારી બતાવવાથી; બીજું પણ] જે કાંઈ નાનું, અથવા “મોટું, મારું વિનય-રહિત આચરણ હોય,] આપતિ જાણતા હો યા નહીં, અને હું પણ તે ન જાણતો [યા જાણતો હોઉં, તે સંબંધીનું મારું સઘળું કૃત્ય મિથ્યા થાઓ. ગુરુ-] (અમારું દુષ્કૃત્ય [પણ] મિથ્યા થાઓ) श्री लघु गुरु वंटन सूत्रोनो विशेषार्थ ૧. આ ત્રણેય સૂત્રો સામાન્ય રીતે ગુરુવંદન વખતે બોલાય છે, જે કે સામાયિક કે ચૈત્યવંદનની વિધિમાં ઇચ્છકાર નથી, છતાં ઇચ્છામિ પછી દરેક ચોપડીઓમાં ઇચ્છકાર મૂકેલ છે. તે ગુરુવંદન વિધિ માટે જ છે, અને અભુકિઓ વિના ગુરુવંદના વિધિ અપૂર્ણ રહે. એટલે અમોએ અશુદ્ધિઓ સૂત્ર અહીં મૂકેલ છે. ૨. સવારમાં ગુરુવંદન કર્યા વિના મોઢામાં કાંઈ પણ ન નાંખવું જોઈએ. ૩. ઈચ્છામિ સૂત્ર તીર્થકર ભગવંતો તથા ગુરુ મહારાજને ટૂંકામાં વંદન કરવા માટે દરેક વિધિઓમાં આવે છે. ૪. ઇચ્છામિ અને ઇચ્છકાર એ બન્ને ય સૂત્રો વિસ્તારથી આગળ ઉપર આવતા દ્વાદશાવર્ત વંદન સૂત્રના આગલા ભાગમાંથી લેવાયેલા જણાય છે. ૫. પહેલા સૂત્રમાં બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગો ભોંય સાથે અડકાડી વંદના કરાય છે. માટે તેનું નામ પંચાંગ પ્રણિપાત સૂત્ર છે. બીજામાં ગુરુ મહારાજની સાર સંભાળ લેવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy