________________
લેખકનું વિનમ્ર નિવેદન
માત્ર ઉપરનો ઉદ્દેશ જ કાર્યવાહકોના અને લેખકના ધ્યાનમાં રહ્યા કર્યો છે. પરંતુ “શું લખાશે? અને કેવું લખાશે ? શું લખવું? અને શું ન લખવું ? કેમ ? અને કેવું લખવું ?” તેનો તો બન્નેયમાંથી કોઈએ વિચાર કર્યો નહોતો.
જે લખાયું છે, તે આજે સૌની સામે છે. પરંતુ “તે જરૂર પૂરતું જ લખાયું છે કે તેમાં લખવા જેવું ઘણું રહી ગયું છે ? આથી ઉપરનો ઉદ્દેશ સિદ્ધ થશે કે નહીં ? અને થયો હોય તો તે કેટલે અંશે ?” તે કાંઈ નકકી કહી શકાતું નથી. એ નિર્ણય તો સુજ્ઞ વાચકોને જ કરવાનો રહે છે. અમો તો એટલું જ કહી શકીએ કે “અમારો પ્રયાસ માત્ર એ દિશામાં હતો.” ઉદ્દેશની સિદ્ધિ થઈ કે ન થઈ? કે વિપરીત થયું કે પીછેહઠ થઈ ?” તેમાંનું કંઈપણ આજે અમારાથી કહી શકાય તેમ નથી.
તદ્દન સંક્ષેપ રચિવાળા જીવોને તો કદાચ બીજા પુસ્તકથી સંતોષ મેળવવો પડવાનો સંભવ છે. સસ્તામાં જ પુસ્તક ખરીદ કરવાની ઈચ્છાવાળાને આ પુસ્તક કિંમતમાં વધુ પડવાનો સંભવ છે.
પરંતુ ખાસ વિશિષ્ટ પ્રકારના જિજ્ઞાસુ વર્ગની જિજ્ઞાસા શાન્ત કરે તેવું એક પણ સાધન નહોતું, તેની ખામી હતી, તે ખામી કેટલે અંશે આ પુસ્તક દૂર કરી શકશે, તથા નવી જિજ્ઞાસાઓ જાગ્રત કરશે અને અમારા ઉપરના ઉદ્દેશની ભૂમિકા માત્ર ઘડશે, તો પણ આ પ્રયાસ સાર્થક થતાં લેખકના કે સંસ્થાના પ્રયાસની સફળતા જ છે.
હવે ઢીલના મુદ્દાની વાસ્તવિક કારણો જણાવી આ નિવેદન પૂરું કરીશ :
આખો ગ્રંથ તદ્દન નવેસરથી લખવો. અને જે કદમાં વાચક મહાશયોના હાથમાં ગ્રંથ પહોંચાડવામાં આવ્યો છે, તે પ્રમાણ જોતાં સ્વાભાવિક રીતે જ આખો ગ્રંથ તૈયાર કરવામાં વધારે વખત લાગે, એ સ્વાભાવિક છે. કેમ કે આજકાલ પ્રસિદ્ધ કરનારી સંસ્થાઓમાં આવાં મોટાં કામો અનેક હાથમાંથી પસાર થાય છે. પુસ્તક-પ્રસિદ્ધિના કાર્યના અંગભૂત જુદા જુદા વિભાગોમાં જુદા જુદા મદદ કરનારા સહાયકો હોય છે. ત્યારે આ ગ્રંથ તૈયાર કરવામાં, પૂફો તપાસવામાં તથા સુધારા વધારા અને એકંદર નાનાથી મોટું દરેક કામ કરવામાં એકલે જ હાથે પાર પાડવાનું હોવા સાથે, લેખકને સંસ્થાના તમામ સંચાલનમાં સક્રિય ભાગ લેવાનો રહે છે. સંસ્થાની તમામ વ્યવસ્થા સંભાળવી એ મુખ્ય કામની સાથે ગૌણ રીતે આ કામ કરવાનું હતું. એટલે પણ વખત લંબાય એ સ્વાભાવિક છે. તે ઉપરાંત, વચ્ચે વચ્ચે નાનાં મોટાં ૨૦ થી ૨૫ પુસ્તકો પ્રસિદ્ધ થયાં, તેનું સ્વતંત્ર લખાણ-પ્રકો જોવાં અને પ્રેસ વગેરેની સાથેના તમામ વહીવટો પણ ચલાવવાના હતા. સંસ્થાના આગળ પડતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં રોજનો કેટલોક વખત રોકાવું પડતું હતું. તથા સંસ્થાની જે તે વખતે કાર્યવાહકોએ હાથ ધરેલી યોજનાઓને સક્રિય બનાવવાના વ્યવહાર અને નિત્ય-નિયમિત કાર્યોને પહોંચી વળવા ઉપરાંત, શારીરિક અગવડો, તથા કૌટુંબિક અગવડો તો અનિવાર્ય હોય છે. પ્રેસો પણ કામ શરૂ કરીને બીજા કામમાં પડી જાય તો, વચ્ચે વચ્ચે કેટલાય મહિના સુધી કામને થંભાવી રાખે. અથવા સગવડતાએ અને ધીમે ધીમે ચલાવે. આ બધા વિલંબનાં સંગીન કારણો છતાં, અનેક રીતે મગજ વહેંચાયેલું હોવા છતાં, છેવટે આટલે વખતે પણ આ સ્વરૂપમાં આ ગ્રંથ વાચકોના હાથમાં નિર્વિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org