________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
શબ્દાર્થ અને પદોના અર્થવાળી પણ હસ્તલિખિત સેંકડો પ્રતો મળે છે. ૬. છાપખાનાની શરૂઆત થયા પછી પણ અનેક શૈલીથી લખાયેલા અર્થોવાળા પંચપ્રતિકમણનાં
પુસ્તકો જોવામાં આવે છે. ૭. હાલ છપાયેલા તે સર્વમાં કંઈક વિશેષ વિવેચનવાળું છતાં સંક્ષેપમાં આ સંસ્થા (જૈન શ્રેયકર મંડળ - મહેસાણા) તરફથી બહાર પડેલું પુસ્તક વધારે પ્રમાણભૂત ગણાય છે અને લોકપ્રિય છે.
તેની ચતુથી આવૃત્તિ ખલાસ થયા પછી પાંચમી આવૃત્તિ બહાર પાડવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં જ કાર્યવાહકોમાં એ પ્રશ્ન થયો હતો કે –
“પુસ્તક છે તેમ જ છપાવવું કે તેમાં કોઈ ફેરફાર કરવો ?”
સંસ્થાના કાર્યવાહકો એક વખત એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે, “છે તેમજ છપાવવું. કેમ કે, નવું લખવાનો પરિશ્રમ તથા ફરી ખર્ચ કરવો પડે, તથા તેની પ્રામાણિકતા-અપ્રમાણિકતા વિષે પ્રશ્ન ઊભો રહે. કેટલા વખતે પૂરું થાય ? અને કેટલો ખર્ચ આવે?” એ બધા પ્રશ્નોના સંતોષકારક સમાધાન ન થાય, ત્યાં સુધી - છે તે પ્રમાણે જ છપાવવાના વિચાર ઉપર કાર્યવાહકો રહે, એ સ્વાભાવિક છે. અને લગભગ તેવા નિર્ણયથી કામ શરૂ કરવાનો નિશ્ચય પણ થઈ ગયો.
છતાં એવો પણ વિચાર ચાલતો રહ્યો હતો કે–
પંચપ્રતિક્રમણ જેવી મહત્ત્વની વસ્તુ ઘેર ઘેર વંચાય છે. પૂર્વના મહાન આચાયોએ તેની પર જનસમાજનો જે અસાધારણ આદર ઉત્પન્ન કર્યો છે, અને તેમાં પ્રાણીમાત્રનું હિત સાંકળ્યું છે, અને હજુ તે ઘણે અંશે ટકી રહેલ છે. પરંતુ તેના વિધિઓના વિશેષ હેતુઓ અને રહસ્યો લખાય, તો વધારે આકર્ષક થાય, અને અનેક જિજ્ઞાસુઓ અનેક પ્રશ્નો કરે છે. તેનાં સમાધાનો બરાબર થાય. સમાધાનો બરાબર ન મળવાથી ઘણા ગૂંચવાય છે. કેટલાક તો એ સૂત્રોને જૂના જમાનાની રચના” કહીને હસી કાઢે છે અથવા તો ઉપેક્ષા કરે છે, તેમજ હાલના જમાનાના રંગે રંગાયેલાઓને તો તે એક અવ્યવસ્થિત રચનાવાળા ને હવેના જમાનામાં લોકકલ્યાણના વિરોધી તરીકે પણ લાગે છે. પરંતુ વાસ્તવિક રીતે તેમ તો નથી જ. આમ લાગવાનું કારણ એક જ છે કે, તેઓને તેનાં રહસ્યોની દિશાની પણ માહિતી નથી હોતી. “તેથી એવી માહિતી પણ આ ગ્રંથમાં ઉમેરાય તો ઠીક, એટલે કે આ સૂત્રો મહાન છે. અને તેની સાથે જેનોનું આખા માનવસમાજનું જ નહીં, પણ દુનિયા આખીના પ્રાણીસમાજનું પણ હિત સંકળાયેલું છે, અને આજે પણ હિત કરી રહેલ છે, તથા ભવિષ્યમાં પણ કરશે.” એવો સામાન્ય પણ ભાસ થાય, તેવુ લખાણ જનસમાજને પહોંચાડવામાં આવે, તો ઘણો ઉપકાર અને લાભ મળવા સંભવ છે. સાચી વસ્તુ ઉપરનો ખોટો ખ્યાલ દૂર થાય, અને સાચા ખ્યાલનો ભાસ પણ થાય, કે તે તરફનું વિરુદ્ધ વલણ દૂર થઈને સમભાવમાં અવાય; તો પણ જેવો તેવો લાભ નથી. એ પણ એક અસાધારણ પરોપકાર છે.” એમ સમજીને કંઈક વિવેચનથી લખવાની કાર્યવાહકોએ સંમતિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org