________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
મૂકી શકાય છે, તે બાબત લેખક તો પોતાનું અહોભાગ્ય માને છે.
વધારે પડતી ઢીલ થવા ઉપરાંત, જુદે જુદે વખતે લખવાથી કયાંક કયાંક સંગતિ પણ જળવાઈ નહીં હોય, તથા અસંગતિય થઈ ગઈ હશે. કયાંક કયાંક પુનરુક્તિ થઈ હશે, તો કયાંક કયાંક અસ્પષ્ટતા અને અપૂર્ણતા પણ રહી ગઈ હશે. - આજ સુધીનાં વાચન, મનન અને અનુભવ, તથા મોટા પુરુષો પાસેથી સાંભળવા ઉપરથી આ ગ્રંથની આખી ઈમારત ચણાઈ છે, એટલે કે, પ્રાચીન શાસ્ત્રો-ટીકાઓ વગેરે જોઈએ તે પ્રમાણમાં જોઈ શકાયાં નથી જ. કેમ કે, તેટલો અવકાશ મળવો સંભવિત જ નહોતો, અને તેમ કરવા જતાં કેટલો બધો વિલંબ થઈ જાય ? એ પણ ભય સામે જ ઊભો હતો. એટલે આ ગ્રંથમાં કરવામાં આવેલાં દરેકે દરેક વિધાનો વિષે સ્થળે સ્થળે પ્રમાણો આપીને સાબિત કરવામાં આવેલ નથી. છતાં જિજ્ઞાસુઓ ખાસ અભ્યાસક્રમની દષ્ટિથી પ્રશ્નો પૂછશે, તો તેવા જિજ્ઞાસુઓને લેખક, વિશેષ માહિતી અવકાશ પૂરી પાડીને ઊંડા અભ્યાસમાં મદદ કરવાની આશા રાખે છે.
તથા કોઈ ઠેકાણે વાચકોને ઘણી જ સૂક્ષ્મ દલીલોમાં ઉતારવામાં આવ્યા હશે, કે જે સમજવામાં સામાન્ય સમજના વાચકોને મુશ્કેલી પડશે, તો કોઈ ઠેકાણે મુખ્ય મુખ્ય દલીલો અને હકીકતો જ માત્ર આપી દીધી હશે, કે જેમાંથી ગમે તેવા અનુભવી વાચકોને પણ સાંગોપાંગ હકીકત તારવી લઈ સાર સમજવાનું મુશ્કેલ પડી જાય તેમ હશે. પરંતુ તેથી નિરાશ ન થતાં, વાચક મહાશયો તેનો રીતસર અભ્યાસ કરશે, અને લેખકની મદદ લેશે, તો તેમને તે બધું સંગત અને વ્યવસ્થિત જણાશે. તથા કેટલેક સ્થળે માત્ર સંક્ષેપ ખાતર જ સંક્ષેપમાં દિશાસૂચન કરવાની ફરજ બજાવી આગળ વધવા માટે લેખકને દરગુજર કરવાનું રહેશે.
સારાંશ કે, આવી અનેક ત્રુટીઓ જેમ બને તેમ સંક્ષેપમાં ગ્રંથ લખવાની ઈચ્છાથી રહી જવા પામી હોય, તથા ભાષાદોષ, નિરૂપણદોષ, વાકયદોષ વગેરે – તે સર્વ ઉદાર વાચકો દરગુજર કરશે. આ ગ્રંથમાં રહેવા પામેલી ખામી કે તેમાં કરવામાં આવેલા નિર્દેશોની સર્વ જવાબદારી ખુદ લેખક સિવાય બીજા કોઈની નથી. પ્રેસની અશુદ્ધિઓ માટે જો કે પ્રેસો પણ કેટલેક અંશે જવાબદાર ગણાય છે. છતાં દરેક પ્રેસવાળાઓએ પોતાનાથી બનતી સહાનુભૂતિ બતાવી છે.
આવો વિસ્તૃત ગ્રંથ લખવાની તક આપવા બાબત લેખક આ સંસ્થાનો આભાર માને છે. જૈન શાસ્ત્ર વિરુદ્ધ અને જનસમાજના વાસ્તવિક હિતવિરુદ્ધ જે કાંઈપણ લખાયું હોય, તો તે વિષે પણ મિચ્છામિ દુકકડ જાહેર કરે છે. જેને તત્ત્વજ્ઞાનના દષ્ટિબિંદુથી લખવા જતાં, અને તેને વળગી રહેવાની અનન્ય ફરજ બજાવવા જતાં, લેખકની તદ્દન અનિચ્છા હોવા છતાં અને તદ્દન શુદ્ધ હિતબુદ્ધિ હોવા છતાં પણ કોઈ સંસ્થા, સમાજ, કે વ્યકિતને કાંઈપણ પોતાના દષ્ટિબિંદુથી યોગ્ય ન લાગે, તો તે દરગુજર કરી સાર ગ્રહણ કરશે, એટલી વિજ્ઞપ્તિ કરી વિરમે છે.
સેવક
પ્રભુદાસ બેચરદાસ પારેખ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org