________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૯. પાંચ સમિતિ : (૧) ઈર્ષા સમિતિ- શરીરની કોઈ પણ યોગ્ય ચેષ્ટા, સારી રીતે દયા અને સંયમ જાળવીને કરવી. (૨) ભાષા સમિતિ - દયા અને સંયમ ધ્યાનમાં રાખી લાભાલાભ વિચારીને આજ્ઞા મુજબ યોગ્ય બોલવું. (૩) એષાણાસમિતિ - જરૂરની ચીજો શાસ્ત્રોકત રીતે શોધીને દયા અને સંયમ જાળવીને પૂરતી કાળજીથી માંગી લાવવાનો યોગ્ય પ્રયત્ન કરવો. (૪) આદાન-ભંડ-મત્ત-નિફખેવાણા સમિતિ - સાધુધર્મમાં ઉપયોગ આવતી કોઈ પણ પાત્ર-માત્રક વગેરે ચીજો લેવામાં તથા મૂકવામાં પ્રતિલેખના અને પ્રમાર્જનાપૂર્વક યોગ્ય જ રીતભાત રાખવી. (૫) પારિકાપનિકાસમિતિ - નકામી ચીજો તજી દેવામાં પણ યોગ્ય રીતભાત. સમિતિ=સમ્યફ ચેષ્ટા. સારી પ્રવૃત્તિ.
૧૦. ત્રણ ગુપ્તિ: (૧) મનોગુપ્તિ - વચન ઉપર સંપૂર્ણ કાબૂ અથવા શુભ ધ્યાન અને સંકલ્પ. (૨) વચનગુપ્તિ - વચન ઉપર સંપૂર્ણ કાબૂ - અથવા જરૂર જણાયે માત્ર નિરવદ્ય વચન બોલવું. (૩) કાયપ્તિ- શરીરની ચેષ્ટા ઉપર સંપૂર્ણ કાબૂ અથવા પ્રતિલેખના પ્રમાર્જના વિના શરીરને હલાવવું નહીં.
સામાન્ય રીતે મુનિરાજોને આ ત્રણ યોગો ઉપર સંપૂર્ણ કાબૂ રાખવાનો હોય છે. પરંતુ જ્યારે તેનો ઉપયોગ કરવો પડે છે ત્યારે ઉપર પ્રમાણે પાંચ સમિતિની રીતે તદ્દન સારી પ્રવૃત્તિ માટે જ ઉપયોગ કરી શકાય છે જેથી દયા, સંયમ, અને તપની વૃદ્ધિ થાય, હાનિ અટકે અને અનુમોદના વધે.
આ આઠના પાલનથી ચારિત્રધર્મમાં જાગૃતિ વધે છે, સાધુ જીવનમાં ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે, માટે આને અષ્ટપ્રવચન માતા તરીકે શાસ્ત્રમાં વર્ણવેલ છે અને સકલ આગમોનું મુખ્ય ધ્યેય આમાં સમાવેલું છે. આ પ્રમાણે આચાર્ય મહારાજના છત્રીસ ગુણો છે.
આચાર્યની સ્થાપના સ્થાપવાનો તથા ઉત્થાપવાનો વિધિ કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવાને પ્રસંગે આચાર્ય ભગવંતની સ્થાપના કરવાની જરૂર હોય ત્યારે, પાટલી કે સાપડા વગેરે ઊંચા આસન પર પુસ્તક, નવકારવાળી કે છેવટે કોઈ પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું ઉપકરણ મૂકી, તેની સામે જમણો હાથ રાખી [સંસ્થાપની મુદ્રા કરી], એક નવકાર ગણી પંચિંદિય સૂત્ર કહેવું. અને જ્યારે ક્રિયા પૂરી થાય, ત્યારે જમણો હાથ પોતાના મુખ સામે રાખી [ઉત્થાપની મુદ્રા કરી], એક નવકાર ગણવો.
૩. શ્રી લઘુ-ગુરુ-વદન-સૂત્રો :
૩. ઈચ્છામિ ખમાસમણો-પ્રણિપાત સૂત્ર-૧ શબ્દાર્થ:- ઇચ્છામિ હું ઇચ્છું છું. ખમાસમણો !=હે ક્ષમા [ના ભંડાર] શ્રમણ [મુનિરાજ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org