________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૪. છત્રીશ ગુણોની વિશેષ સમજ : (૧) સ્પર્શનેન્દ્રિયના વિષયો - ૧. હલકું, ૨. ભારે, ૩. ખરબચડું, ૪. લીસું, ૫. ઊનું, ૬. ઠંડું, ૭. ચીકણું, ૮. લૂખું, એ આઠ સ્પર્શ. (૨) રસનેન્દ્રિયના વિષય - ૧. કડવો, ૨. તીખો, ૩. ગળ્યો, ૪. ખારો, ૫. ખાટો. એ પાંચ રસ. (૩) ઘાણેન્દ્રિયના વિષય - ૧. સુગંધ અને ૨. દુર્ગધ. એ બે ગંધ. (૪) નેત્રેન્દ્રિયના વિષયો - ૧. લાલ, ૨. પીળો, ૩. કાળો, ૪. ધોળો, ૫. લીલો. એ પાંચ વર્ણ-રંગો. (૪) શ્રોત્રેન્દ્રિયના વિષયો - ૧. સચિત્ત શબ્દ, ૨. અચિત્ત શબ્દ, ૩. મિશ્ર શબ્દ. એ ત્રણ શબ્દો. એ ત્રેવીસ વિષયોમાં રાગદ્વેષથી આચાર્ય મહારાજ દોરાય નહીં. પણ પાંચેય ઈન્દ્રિયો ઉપર કાબૂ રાખે. તે પાંચ ગુણો.
૫. નવ ગુપ્તિઓ : (૧) સ્ત્રી, પશુ, નપુંસક હોય ત્યાં રહેવું નહીં. (૨) સ્ત્રી સાથે રાગથી વાતચીત કરવી નહીં. (૩) જે આસન ઉપર સ્ત્રી બેઠેલ હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહીં. (પણ પુરુષ બેઠેલ હોય ત્યાં એક પહોર સુધી સ્ત્રીએ બેસવું નહીં.) (૪) રાગથી સ્ત્રીનાં અંગોપાંગ જેવા નહીં. (૫) સ્ત્રીપુરુષના કામભોગની વાત સંભળાઈ જાય, તેવા સંસર્ગ વગેરેથી દૂર રહેવું. (૬) પૂર્વે ભોગવેલા વિષયોપભોગોને સ્મરણમાં ન આવવા દેવા. (૭) વિષયવિકાર ઉત્પન્ન થાય તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. (૮) આહાર નીરસ હોય તો તે પણ અલ્પ જ કરવો. (૯) શરીરની શોભા ટાપટીપ ન કરવી.
બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટેની આ નવગુપ્તિઓ – રક્ષણ કરવાની વાડો – કહેવાય છે. સ્ત્રીએ પુરુષના પ્રસંગે યથાયોગ્ય રીતે પાળવાની હોય છે. બ્રહ્મચર્યનો ભંગ થવા તો ન જ દેવો જોઈએ. પરંતુ તેને સામાન્ય પ્રસંગો પણ દૂરથી તજવાથી બ્રહ્મચર્યવ્રતનું સારી રીતે રક્ષણ થઈ શકે છે. આચાર્ય મહારાજ આ ગુપ્તિઓને બરાબર ધારણ કરે છે માટે તે નવ ગુણો.
૬. ક્રોધ-માન-માયા-લોભ : એ ચાર કષાયોને આચાર્ય મહારાજ સારી રીતે કાબૂમાં રાખે છે, એ ચાર ગુણો.
૭. પંચમહાવ્રતો : (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત - છયેય કાયની હિંસાનો ત્યાગ (૨) સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત - સર્વથા અસત્ય ત્યાગ (૩) સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત - કોઈ પણ ચીજ વણમાગે ન જ લેવી. (૪) સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત - સર્વથા બ્રહ્મચર્યનું પાલન. (૫) સર્વથા પરિગ્રહ વિરમાણ મહાવ્રત-મૂચ્છ-મમતાનો ત્યાગ. આ પાંચ મહાવ્રતોમાં આચાર્ય મહારાજ ખૂબ દઢ હોય છે.
૮. પાંચ આચારો : (૧) જ્ઞાનાચાર - વિનયાદિ આઠ આચાર સાચવીને જ્ઞાન ભણવું-ભણાવવું વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય. (૨) દર્શનાચાર - નિ:શંકાદિક આચાર સાચવી જૈન દર્શનની શ્રદ્ધા ધારણ કરી શાસનની પ્રભાવના કરવી વગેરે. (૩) ચારિત્રાચાર - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ, તેમજ સર્વ સાધુ આચાર સમાચારી સારી રીતે પાળવી. (૪) તપાચાર - બાહ્ય-આત્યંતર તપશ્ચર્યા કરવી. (૫) વીર્યાચાર - દરેક ધર્મકાર્યોમાં બળ-વીર્ય દાખવવું. આ પાંચ ગુણો આચાર્ય મહારાજ પોતે પાળે જ, તેમજ બીજાને પળાવે તથા અનુમોદના કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org