________________
પંચ પ્રતિકમાણસૂત્ર
૭૧૩
પ્રતિક્રમણ કરવા માટે નિંદા, ગહ અને શુદ્ધિ કરવાની દૃષ્ટિથી વીરાસને બેસીને તે વંદિતુ બોલવાનું છે.
ભાવનામય સંગીત પણ વીરાસને બોલાય છે. આસનની સ્થિરતા પણ એક જાતનું કાય-પ્રણિધાન છે. અને તે કાયોત્સર્ગ પણ ગણાય છે. માટે તથાવિધ ભાવનાની સિદ્ધિમાં મદદગાર થાય તેવી બેઠક આસન એ પણ આરાધનાનું પરમ અંગ છે.
આમ પબિ સૂત્ર અને વંદિતુ સૂત્ર સામાયિક અને પ્રત્યાખ્યાન રૂપ હોવાથી તેની પૂર્વે મંગળાચરણ તરીકે ત્રણ નવકાર બોલવામાં આવે છે.
જો કે આ બન્નેય સૂત્રો પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં અંગો જ છે, છતાં આ કારણે તે સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપ બને છે.
પછીનું વંદિતુ અને શ્રમણ સૂત્ર સાક્ષાતુ પ્રતિક્રમણ બને છે.
અહીં એક શંકા થશે કે, “અતિચારમાં આ જ રીતે મિચ્છામિ દુકાં દીધા છે, તો ફરીથી પ્રતિક્રમણમાં મિચ્છામિ દુકકડું દેવાની શી જરૂર છે ?”
તેનો ખુલાસો એમ કરી શકાય છે, કે અહીં ગૌણ મુખ્ય ન્યાય છે.
૧. અતિચારમાં આલોચનાની મુખ્યતા છે. અને પ્રતિક્રમણની - મિચ્છામિ દુકકર્ડ - ની ગૌણતા છે.
૨. ત્યારે વંદિનુ બોલીને પ્રતિક્રમણ કરતી વખતે પ્રતિક્રમણ – પ્રાયશ્ચિત્તમાં મુખ્ય છે અને આલોચના ગૌણ છે. એટલે કે અતિચારમાં ગુરુમહારાજ આગળ યાદ આવેલા દોષોનું માત્ર ઉઘાટન મુખ્યપણે થાય છે.
અને પ્રતિક્રમણમાં તે દોષોની શુદ્ધિ માટે પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત, નિંદા, ગહ, શુદ્ધિ, તપ ફરી ન કરવાનો નિશ્ચય, શુદ્ધિની તીવ્રતા વગેરે તત્ત્વો મુખ્ય હોય છે.
વિશેષ દેવસિઅના વિધિના હેતુઓમાંથી જાણવું. ૧૦. આ રીતે પ્રતિક્રમણ કરવા છતાં તેની ઉત્તર ક્રિયા તરીકે વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ જરૂરનો
હોય છે. પ્રતિક્રમણ પછી કાયોત્સર્ગ સાથે જોડાયેલો જ હોય છે, તેથી પાક્ષિકાદિ કાયોત્સર્ગ કરવાની શરૂઆત કરીને ૧૨-૨૦-૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે અને પછી પ્રગટ લોગસ્સ કહીને પ્રતિક્રમણના પાક્ષિકાદિક અંત્ય મંગળરૂપ ચતુર્વિશતિ સ્તવાવશ્યક સાચવવામાં આવે છે.
અહીં સુધીમાં પાક્ષિક, ચાર માસના કે સાંવત્સરિક છ આવશ્યક પૂરાં થાય છે,
૧. પાક્ષિકાદિ પ્રતિક્રમણનાં મુખ્ય છ આવશ્યકો - ૧-૨. સામાયિક અને પ્રત્યાખ્યાન - પકિખ સૂત્ર. ૨. અતિચારોની આલોચના, તપ: શ્રમણ સૂત્ર વંદિત્ત સૂત્ર પ્રતિક્રમણાવશ્યક ૪. ૧૨-૨૦-૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ન-કાયોત્સર્ગાવશ્યક ૫. અને પછીનો લોગસ્સ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org