________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
બદલે શ્રાવકો વંદિત્તુ સૂત્ર બોલે છે.] અને બીજામાં મુનિઓને બોલવાનું શ્રમણસૂત્ર અને શ્રાવકોને બોલવાનું વંદિત્તુ સૂત્ર આવે છે.
૭૧૨
પકિખસૂત્ર બોલતાં પહેલાં ખાસ પ્રકારના પક્ખિ પ્રતિક્રમણમાં [શરૂ કરેલા પખિ પ્રતિક્રમણાવશ્યકના પેટા પ્રતિક્રમણ આવશ્યકમાં] પ્રવેશવા ફરીથી સ્પષ્ટ આજ્ઞા માંગે છે. અને સારી રીતે સનં પ્રતિક્રમણ કરવાની ઇચ્છા બતાવે છે. પછી સામાયિકમાં નિષ્ઠા માટે કરેમિ ભંતે ! સૂત્ર બોલવામાં આવે છે. ને સંક્ષિપ્ત પ્રતિક્રમણ તરીકે ઇચ્છામિ પડિકમિઉં સૂત્ર બોલીને પખિસૂત્ર કહેવાની શરૂઆત કરે છે.
૯. સૂિત્રમાં મુનિ મહારાજાઓનાં પાંચ મહાવ્રતોના પાલનનું અને છઠ્ઠા રાત્રિભોજનના ત્યાગનું વર્ણન આવે છે. જો કે પાંચ મહાવ્રતો પ્રત્યાખ્યાનાવશ્યક સ્વરૂપ છે, છતાં દરેક આવશ્યકો ઇતર આવશ્યકોમય પણ હોય છે, એ ન્યાયે પાંચ મહાવ્રતો અને છઠ્ઠા રાત્રિભોજન ત્યાગને એવી ખૂબીથી આચાર સ્વરૂપે અને અનેકવિધ ભાવનાઓથી વાસિત થઈને પાળવાની ભલામણ રૂપે ખ્યાલ આપવા આજુબાજુ જે વાકયો મૂકયાં છે, તેથી તે સૂત્ર એક પાક્ષિકાદિ સામાયિક સૂત્ર અને પાક્ષિકાદિ પ્રત્યાખ્યાન સૂત્ર એમ ગર્ભિત બે સ્વરૂપે એ સ્થળે પોતાનું સ્થાન લઈ શકે છે. સાથે તેને મુનિજીવનની અનેકવિધ ભાવનાઓથી વાસિત કરવામાં આવેલ છે. આગમાદિ જૈન શ્રુતની ભકિત વગેરેથી મુનિજીવનનો આદર્શ બહુ જ ઉત્તમ રીતે તેમાં બતાવવામાં આવેલો છે, તેથી તેને સામાયિકમય પણ કહેવાને હરકત નથી.
ત્યાર પછી શ્રુતદેવતાની સ્તુતિ - સુયદેવઆ - બોલીને તે સૂત્ર પૂરું કરવામાં આવે છે.
સામાન્ય રીતે કાર્યોત્સર્ગ મુદ્રાએ ઊભા રહીને, પરમ ભાવનાઓથી વાસિત અંત:કરણે વીતરાગ ધર્મના પરમ પ્રતીક જેવા આ સૂત્ર સાંભળવાનો વિધિ છે, તે વાજબી છે. કેમકે, પ્રતિક્રમણ કરતાં પહેલાં શાનું પ્રતિક્રમણ કરવામાં આવે છે ? તે વસ્તુ સમજાવવા અને પક્ષે, ચાર માસે કે વર્ષમાં સાધુજીવનની – વીતરાગધર્મની વાસના જાગ્રત રાખવા, વૈરાગ્ય સતેજ કરવા, પોતાના જીવનની પ્રતિજ્ઞાનું વારંવાર સ્મરણ કરાવવા આ સૂત્ર બોલવાની ગોઠવણ આ પ્રસંગે ઘણી જ યથાર્થ લાગે છે.
આ પ્રમાણે સામાયિક અને પ્રત્યાખ્યાનથી વાસિત થઈને તેમાં લાગેલા દોષોના પ્રતિક્રમણ માટે તુરત જ લગોલગ મુનિઓ પાક્ષિક ક્ષમણસૂત્ર - પગામ સજ્ઝાય અને શ્રાવક શ્રાવિકાઓ પાક્ષિક વંદિત્તુ સૂત્ર બોલીને મિચ્છામિ દુક્કડં દેઈ પાક્ષિકાદિ પ્રતિક્રમણ કરે છે.
-
પòિ સૂત્રને બદલે શ્રાવકો વંદિત્તુ કહે છે, તેમાં જો કે વંદિત્તુ સૂત્ર પ્રતિક્રમણ સૂત્ર રૂપ છે, છતાં તેમાંયે એવી ખૂબી ગોઠવેલી છે કે પ્રતિક્રમણ તો તેમાં આવે છે, પરંતુ સાથે વ્રતો તેમજ શ્રાવકને લગતા તમામ ધાર્મિક કૃત્યો, આચારો અને ફરજોનું પણ રચનાત્મક વર્ણન તેમાં છે. એટલે પòિસૂત્રને સ્થાને તે બોલતી વખતે - તેના યે સામાયિક અને પ્રત્યાખ્યાન સ્વરૂપની મુખ્યતાએ – તે તે ફરજોનું સ્મરણ કરીને ઊભા ઊભા તે બોલવાનું છે. અને પછી તેમાંની સ્ખલનાઓનું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org