SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો જાય. શિષ્ય મનનું સમતોલપણું ગુમાવતા નથી. ગુરુને પોતાને ટોકવા માટે રોકતા નથી, રોકવા માટે હળવી પણ સૂચના કરતા નથી, ગુરુ મનથી સમજીને ટોકતા અટકી જાય તેવી ચેષ્ટા કરતા નથી, અથવા ગુરુ શિષ્યનું વલણ જોઈને અટકી જાય, તે પણ ઈચ્છતા નથી, અને ઊલટું વધારામાં કહે છે કે “હે ગુરુદેવ ! એ બધું મને પ્રિય છે, મને હિતકર છે, આપ મારા ઉપકારી છો. તેમાં જરા પણ સંકોચ રાખશો નહિ. કેમ કે, મારું આપને શરણે આવવાનું પ્રયોજન પણ એ છે અને મને મનમાં થયા કરે કે, આપના તપોબળના પ્રતાપથી હું જેમ બને તેમ આ ભયંકર સંસાર અટવીને પારને વહેલો પહોંચી જાઉ. આપના ઉપરની એ શ્રદ્ધાને લીધે જ હું આપના ચરણકમળમાં હાજર થયો છું. મને પાકી શ્રદ્ધા છે કે, આપથી મારો વિસ્તાર થશે, માટે આપને અનન્ય ભાવે મારા ઉપકારી માનીને મન વચન કાયાથી આપના ચરણમાં મારું મસ્તક મૂકું છું. એટલે સર્વસ્વપણે સમર્પિત થાઉં છું.” બસ. હવે કાંઈ બાકી ન જ રહ્યું. આથી વિશેષ શિષ્ય શું કરી શકે ? અને જગમાં કરવા જેવું બાકી રહે છે પણ શું ? ગુરુના ઊભરાતા વાત્સલ્યથી ભરેલી હૃદયની ગુફામાંથી એકાએક ઉદ્દગાર નીકળી જ પડે છે. ગુરથી યે આ સ્થિતિમાં પોતાની ભાવના શી રીતે દબાવી શકાય ? અને કહે છે કે, નિસ્તારક પારગ થાઓ. સંસારસાગર તરી જઈને મોક્ષ મેળવો !” એમ ઇચ્છું છું. બસ, અંતિમ આશિષ શિરે ચઢાવીને જ શિષ્ય શાંત થાય છે. ગુરુ સહજ રીતે જ એ ઉદ્ગાર કાઢે છે, એવી પ્રબળ શિષ્યની આજીજીઓ ઉપર આજીજીઓ રજૂ થાય છે. પછી બાકી શું રહે ? ગુરુને પછી શો ઉપાય ચાલે? હૃદય દ્રવે જ. આમ આ અંતરની વાતચીતમાં ચાર ખામણાં પૂરાં થાય છે, અને ભાવિ જીવન માટે બન્નેય ઘણા જ નિકટમાં આવીને હૈયેહૈયું મેળવીને આગળ વધે છે. આર્ય સંસ્કૃતિનાં આવાં ભવ્ય સંસ્મરણો તેની ઉજવળતા પુરવાર કરવાને બસ છે. ૭૧. ભુવનદેવતાની સ્તુતિ-પ. શબ્દાર્થ :- ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ ભુવનદેવતાની શાંતિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. જ્ઞાનાદિ-ગુગ-યુતાના જ્ઞાન વગેરે ગુણોવાળા. નિત્યં હમેશાં. સ્વાધ્યાય-સંયમ-રતાનામ-જ્ઞાનાભ્યાસ અને સંયમમાં લીન રહેલા. વિદધાતુ કરો. ભુવન-દેવી ભુવનની દેવી. શિવ શાંતિ, કલ્યાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy