________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૫૫
બીજાને વધારે આપે, કે પોતાને ન આપતાં બીજાને આપે, તો ઈષ્ય પણ થાય, ગુરુ પાસે ન હોય, અને ન આપે, તો પણ પોતાને માટે ગુરુની બેદરકારીથી ખોટું લાગે વગેરે અનેક પ્રકારનો અવિનય થવાનો સંભવ છે. રોજ સાથે રહેવું, સાથે વિચરવું, અને પરમ સંયમી જીવન પાળવું, એ ઘણા જ સાંકડા માર્ગમાંથી પસાર થવાનું હોવાથી સામાન્ય માણસોને મનના ક્ષોભો થવાનો અનેક વખત અવકાશ રહે છે. પરિણત આત્માઓ વિના શાંતિ અને સમતોલપણું રાખવું ઘણું જ કઠણ છે. એટલે એ સ્થિતિમાં ક્ષમા માંગવી આવશ્યક છે.
શિષ્ય તત્પર થઈને, જાગ્રત થઈને, સ્વેચ્છાથી ક્ષમા માંગે છે. એ ખૂબી છે.
ગુરના કહેવાથી નહિ, આચાર માત્રથી નહિ, દેખાદેખીથી નહિ પણ તેને માટે જાતે પોતે ખડો થાય છે, અભુઠિઓછું કહીને જાગ્રત થાય છે, અને કર્તવ્ય બજાવવાની દૃષ્ટિથી ક્ષમા માગે છે. શરમ, લાલચ, દબાણ, દેખાદેખી કે આચાર તરીકે નહીં, પણ કર્તવ્ય સમજીને ક્ષમા માગે છે. “પોતાનો જ તેમાં સ્વાર્થ છે, પોતાની જ તેમાં આત્મપ્રગતિ છે.” એમ સમજીને અવિનય થયો હોય, તેની ક્ષમા માગે છે.
પરંતુ આચાર્ય જવાબ આપીને ગજબ કરે છે, “મહાનુભાવ ! અમે જે કાંઈ તમને આપીએ છીએ, તેમાં અમારું શું છે? અમને આચાર્ય પરંપરાએ શાસનાધિપતિ ભટ્ટાર્ક આચાર્ય મહારાજ તરફથી મળેલું છે. એ આપીએ છીએ. અમે અમારું કાંઈ આપી શકતા નથી. અમો તો માત્ર દલાલ છીએ. અને આચાર્ય તરફથી અમને મળેલું છે, તે તમને આપવાની અમારી ફરજ છે, તે જ બજાવીએ છીએ. ન આપીએ તો અમો અમારી ફરજમાંથી ચૂકીએ છીએ. તમારે કેવી રીતે લેવું, તે તમારી સ્થિતિ ઉપર આધાર રાખે છે. તે અમારે જોવાનું નથી, પરંતુ પાત્ર સમજીને અમારે આપવું જોઈએ. તે અમારી ફરજ છે. તે ફરજ બજાવવાથી વિશેષ અમોએ કાંઈ કર્યું નથી.” વાહ! નિરભિમાનતા ! કેવો ઉચિત જવાબ છે ?
એક તો પ્રજામાં આવી ભાવના ઉત્પન્ન થતાં યુગના યુગો જાય. અને યુગના યુગો ગયા પછી આવી ભાવનાથી વાસિત વ્યકિતઓ પાકે. અને પછી જ આ ભાવો શબ્દોમાં ગોઠવાય. આજે ગોઠવાયેલા આ શબ્દો આપણી પાસે છે. તેથી આપણને તેનું આશ્ચર્ય લાગતું નથી. પરંતુ જેણે પ્રથમ ગોઠવ્યા હશે તેની મનોદશાની ઉચ્ચતા કલ્પતાં આવાં વાક્યોનું જગતમાં અસ્તિત્વ એ સામાન્ય વસ્તુ નથી, પણ અમારી સમજ પ્રમાણે અદ્ભુત વસ્તુ છે.
ચોથા ખામણામાં : આચાર અને વિનયની ભૂલો કરી હોય, જે જે પ્રસંગે ગુરુ આજ્ઞા અને વંદન કરવાં જોઈએ તેમાં સ્કૂલનાઓ કરી હોય, ગુરુએ ઠપકો આપ્યો હોય, શિખામણ આપી હોય, ટોંકણી કરી હોય, દબાણ કર્યું હોય, વારંવાર ટોંકણી કરી હોય, તેમાં દરેક વખતે મનનું સમતોલપણું રહેવું કઠણ છે. અને મનનું સમતોલપણું શિષ્ય ગુમાવે તેમ જણાય, તો ગુરુ કહેતા, શિખામણ આપતા અટકી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org