________________
૬૩૪
પંચ પ્રતિક્રમણ સૂત્ર
સારાંશ કે, આવાં વર્ણનોમાં સ્ત્રી જતિની નિંદા નથી જ, પરંતુ સ્ત્રી-સ્વાતંત્ર્યના ઉછીના વિચાર વાતાવરણ પછી આવા શબ્દો ઉપર આજના યુવકોને સૂગ થાય છે, તે જો કે આર્યશાસ્ત્રની પરિભાષા અને આશયો ન સમજવાને લીધે છે. એવું ઘણું ઘણું આજકાલ ચાલી રહ્યું છે. કોને કેટલુંક સમજાવી શકાય?
કદાચ પહેલાના વખતમાં ટાઈમ્સ જેવાઓએ કે બીજાએ સ્ત્રી-સ્વાતંત્ર્ય તરફ લક્ષ્ય ખેંચવા એકાદ વખત લેખ લખેલો હોય, અને તેમાં આવાં કોઈ વાક્યો પર ટીકા કરી ભારતીય શાસ્ત્રકારો ઉપર ટીકા કરી હોય અને તેની તે વખતના દેશી છાપામાં, તેની પછી ઉત્તરોત્તર કૉલેજમાં પ્રોફેસરોનાં ભાષણોમાં, સાક્ષરોનાં પુસ્તકોમાં, લાઈબ્રેરીનાં વર્તમાનપત્રોમાં ઉત્તરોત્તર પુનરાવર્તન પામ્યા જ કરે છે. જેમ જેમ એ હિલચાલ વધતી જાય તેમ તેમ તેના ઉપર મદાર બાંધીને સરકારી ખાતાંઓ પછી મજેથી સ્ત્રી-સ્વાતંત્ર્ય માટેના કાયદા કરીને ધારાસભામાં પસાર કરવા મુકાવે, ને છેવટે એવી ભાવના ઉત્પન્ન કરી દે છે કે, "હિંદુઓ સ્ત્રીઓના કટ્ટર વિરોધી છે, માટે કાયદાની જરૂર છે.” એવો ભાસ ઉત્પન્ન કરીને કેટલાક તરફેણ કરનારાઓની મદદથી કાયદા કરી પ્રજાના અંગત જીવનમાં હસ્ત-પ્રક્ષેપ કરવાની તક લઈ લે છે. અને ત્યાં સુધી પેલા ભ્રમ ચાલવા દે છે. તેને દૂર કરવા પ્રયત્ન કરે નહિ, કોઈ કરે તો તેને સાંભળે નહીં. જો કે હિંદુઓએ સ્ત્રીઓને જેટલું સ્થાન હોવું જોઈએ તેટલું માતા તરીકે, બહેન, પત્ની, પુત્રી, શ્રાવિકા, સાધર્મિણી, સાધ્વીજી, ગૃહિણી વગેરે તરીકે સંપૂર્ણ સ્થાન અધિકાર પરત્વે આપ્યું છે. માતા તરીકે ઉચ્ચ અને સાધ્વી તરીકે અસુચ્ચ પૂજાસ્થાન પણ નિયત કર્યું છે. હિંદુઓની સંસ્કૃતિ માતા, બહેન, પુત્રી અને પત્ની તરફ ઉત્કૃષ્ટતાથી વર્તવાની જેટલી ભલામણ કરે છે, તેટલી કોઈ કરતું નથી, કરેલ નથી, અને એ વર્તનનું પરિણામ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં બીજી પ્રજાઓ કરતાં હિંદુઓમાં આજે પણ સુંદર અમલમાં છે. અલબત્ત, સ્ત્રી-સ્વાતંત્ર્યના પવન પછી કૃત્રિમ સ્વાતંત્ર્ય વચ્ચે જાય છે. પરંતુ સ્ત્રી જાતિની ઉન્નત ભાવનાઓ અને જીવનના ઉચ્ચ તત્ત્વથી આ દેશની સ્ત્રી જાતિ ઊતરતી જાય છે અને તેને ઈરાદાપૂર્વક ઉતારી દેવામાં આવે છે. અમુક કન્યાનું અમુકના પુત્ર સાથે સગપણ કરવાનું છે. એવો શાબ્દિક વ્યવહાર બહાર પડતાં “પોતે જનસમાજમાં અમુકની પત્ની કહેવાઈ ચૂકી હોવાથી પત્ની જ છે.” એમ માનીને સંજોગ વિશેષથી તે પુરુષ સાથે લગ્ન ન થાય, તો પણ તેના તરફની વફાદારી જાળવી રાખવાની આજના જમાનામાં પણ આર્ય સ્ત્રીઓની પવિત્રતાના દાખલા કયાં? આવી મનોવૃત્તિના શિક્ષણના વાતાવરણમાં પુનર્વિવાહ પણ અશકય હોય ત્યાં છૂટાછેડાની વાત જ કેમ આગળ આવી શકે?
અને બીજી તરફ સ્ત્રીઓનાં બાહ્ય દુઃખો ગાઈને વિધવાવિવાહની તરફેણ કરતાં કરતાં અસહ્ય કામવાસનાની શાંતિ માટે છૂટાછેડાનો કાયદો કરાવરાવી સ્ત્રી-પુરુષોના સંયમ તૂટે તેવા વાતાવરણને વધુ વેગ મળે તેવી મજબૂત સગવડ ઉત્પન્ન કરવી. બન્નેય માનસિક સ્થિતિ વચ્ચે કેટલું અંતર છે ? ઉન્નતિ કઈ સ્થિતિને ગણવી છે તે સ્પષ્ટ વિચારી શકાશે. આવા કાયદાઓ કરવામાં પણ કોઈ કોઈ વખતે આપણા સમાજમાં જેની લેશમાત્ર પ્રતિષ્ઠા ન હોય તેવી સ્ત્રીઓ આગળ થાય છે અને તેને રાજ્યસસા લાયક ગણીને વજન આપે છે. આ એક કળિકાળની ખૂબી જ નથી જણાતી ? આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org