________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૩૫
સંજોગોથી ભારતની આર્યપ્રજાને જેમ બને તેમ બચે, તેવી હાર્દિક ભાવના દરેકે રાખવી જોઈએ અને બનતું કરવા પ્રયાસ કરવા જોઈએ. એક સ્ત્રી કે પુરુષ સંયમ રાખે તેને માનસિક ઉન્નતિ ગણી અહીં પ્રશાંસવામાં આવે છે, ત્યારે માનસિક સંયમ છોડી પુનર્વિવાહ કરે તેને આજે ઉન્નતિનું ચિહન માનવામાં આવે છે. તે શી રીતે હશે? શાસ્ત્રકારોએ સ્ત્રીઓનો મોક્ષનો અધિકાર કબૂલ કર્યો છે. પવિત્ર નારીરત્નોનું નામસ્મરણ મોટા મોટા સંતો પણ કરે છે, પૂજે છે. આપણે જેનો મલ્લિનાથ નામે સ્ત્રીતીર્થકરની સર્વ તીર્થકરોની સાથે જ પરમ ભકિતથી પૂજા કરીએ છીએ. મહાનમાં મહાન નારીરત્નોની અનેક ઠેકાણે
સ્તુતિ કરેલી છે. સંઘમાં સાધ્વીજી અને શ્રાવિકાઓને પણ સભ્ય તરીકેનું સ્થાન છે, માટે “નારીજાતિની નિંદા કરવી, શાસ્ત્રકારોને ઈષ્ટ છે,” એવી કલ્પના કરવી તે પણ આપણા સર્વજ્ઞ સર્વદર્શી, સમદર્શી અને એકાંત સર્વ જીવનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓ માટે સર્વથા નકામી છે. તેમનું અપમાન કરવા બરાબર છે. અલબત્ત, પુરુષ અને સ્ત્રીનો કાર્યક્ષેત્ર ભેદ, શરીર રચનાભેદ, ગુણસ્વભાવ તથા બીજા જે જે વાસ્તવિક ભેદો છે, તેનું યથાર્થ નિરૂપણ કરીને જેને જેટલું ઘટે તેટલું સ્થાન આપ્યું છે. તેવા ભેદના વર્ણન ઉપરથી પણ શાસ્ત્રકારો ઉપર પક્ષપાતનો આક્ષેપ કરી શકાય તેમ નથી. આવા ઘણા શબ્દોના તથા આપણી ઘણી માન્યતાઓ અને ભાવનાઓના ખરા અર્થ ન સમજતાં પોતાના વિચારોના પ્રચાર માટે ઊછરતી પ્રજાને ભળતે રસ્તે સમજાવીને દોરવવા માટે ઘણી વસ્તુઓનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. માટે સ્ત્રીઓએ સ્વાતંત્ર્યને નામે આ જાળમાં દોરાવાની જરૂર નથી. આવી વાતો વાંચવી, સાંભળવી કે પોતાને ત્યાં થવા પણ ન દેવી જોઈએ. તેથી પણ ઘણું નુકસાન છે. પુરુષોએ સ્ત્રીઓનું ઘટતું સ્થાન કબૂલ કરવું જોઈએ. અને સાથે જ આવા ગુલબાંગોને સ્થાન આપી આપણી પ્રજાને નુકસાનકારક માર્ગોને ઉત્તેજવાની પણ જરૂર નથી.
બાકી સ્ત્રીઓ ટાઈપરાઈટર ચલાવે કે પોસ્ટઑફિસો કે રેલવે વગેરેમાં કામ કરે, વકીલ બેરિસ્ટર કે ધારાસભાની મેમ્બર થાય, તેમાં કાંઈ વિશેષતા કે નવીનતા નથી. તે તો બદલાયેલી સંસ્કૃતિના બદલાયેલા ધંધા છે. અસ્તુ.
એટલે નવા જમાનાનો એક પણ વિચાર આપણને હિતકારક જણાયેલ નથી. તત્કાળ હિત જણાતું હશે તો પણ પરિણામે તેની પાછળ બીજી જુદી જ ઘટના નીકળી આવતાં નુકસાનમાં પરિણમવાનો સંભવ છે, માટે કુદરતી ચાલતા આવતા આપણી પ્રજાનાં ખરાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને પૂર્વના મહાપુરુષોના ઉપદેશને વળગીને ચાલવું, એમાં જ પરમધ્યેય છે. એ આ સર્વ લખાણનો સાર છે. નવા વિચાર કે જૂના વિચારમાંથી હિતકારક માર્ગ લેવો જોઈએ, એ ખરો સિદ્ધાંત છે.
૩-૨-૬ છઠું વ્રત લેનારી વ્રતની અમુક મર્યાદા બહાર કાગળ પણ ન લખી શકાય તેથી વ્રત લેતાં તે વાતનો ખ્યાલ રાખી ઘટતી છૂટ રાખવા ન રાખવા વિચારવું.
૩-૨-૭ સાતમા વ્રતમાં મજમ્મિા મસસ્મિઅ ગાથામાંના તે શબ્દો, ભોગ અને ઉપભોગની ચીજેના તે તે વર્ગના ઉપલક્ષણરૂપ છે. ધર્મ સંસ્થામાં-સંઘમાં દરેક પ્રકારના લોકો મહાપુરુષોએ ઠરાવેલી પોતપોતાની મર્યાદા પ્રમાણે દાખલ હોય, તે દરેકને ઉદ્દેશીને હંમેશાં ધર્મનું બંધારણ હોય છે, કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org