________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૬૩૩
છે. જેમાં કોઈ પણ કાળે કોઈનોયે મતભેદ પડે તેમ નથી. જે કૃત્રિમ કારણોથી ભેદ કે અભેદ ગણવામાં આવે તો જનસમાજને કાંઈને કાંઈ નુકસાન થાય તે અનિવાર્ય છે. છતાં જનનક્રિયામાં સ્ત્રીનું પુરુષ કરતાં વિશેષ પ્રાધાન્ય હોય છે.” અહીં કોઈ કહેશે કે, “કેટલીકવાર જનનમાં પ્રેરક પુરુષ પણ વિશેષ રીતે પ્રધાન હોય છે. પરંતુ તેમાં પણ વિચારવા જેવું છે. જનનમાં પુરુષ બાહ્યથી કવચિત્ વિશેષ પ્રેરક ગણાય, કારણ કે, બહારથી તેમ દેખાય છે પરંતુ વાસ્તવિક રીતે નારી વિશેષ પ્રેરક છે. કેમ કે, જનનમાં નારી મૂળ પ્રેરક જણાય છે. પુરુષ કરતાં અવ્યકત રીતે તેની પ્રેરણા વધારે તીવ્ર હોય છે.
વૃક્ષોમાં, પક્ષીઓમાં તથા પશુઓમાં પણ માદા શાંત અને અક્રિય જણાય છે. જમીન અક્રિય જણાય છે પરંતુ તેની એટલી બધી તીવ્ર ક્રિયા હોય છે કે, નરને તે જ મુખ્ય ભાગે પ્રેરક બને છે. તે એટલે સુધી કે પોતાના સુધી આકર્ષી લાવીને માદા તેને પોતાની અભિમુખ એટલો બધો બનાવે છે કે, બીજ ગ્રહણ કરાવ્યા બાદ જ તે સંતુષ્ટ થઈ ઉકેક્ષા કરે છે. છતાં નારી તો બીજ ગ્રહણ કર્યા બાદ પણ તે જનનની કાર્યસિદ્ધિમાં એટલી બધી પરોવાય છે કે, નરને તેની કલ્પનાએ ન આવે. શાંત માદા પોતાને બીજ ગ્રહણ કરવાની ઈચ્છાપૂર્તિ માટે નરને પ્રેરણા ન કરે તો બીજ ગ્રહણ લાયકની પૂર્વ ભૂમિકા નરમાં ઉત્પન્ન ન થાય, તો બરાબર બીજ ગ્રહણ થાય પણ નહીં, માટે માદા પ્રધાનપણે પ્રેરક હોય છે. જો કે આ વિષય સૂક્ષ્મ વિચારણાગમ્ય છે, ને વાસ્તવિક છે. માટે આ દૃષ્ટિથી આધ્યાત્મિક જીવનમાં વિષયવાસનાને પ્રધાન વિરોધી ભૂત માનીને તેના પ્રધાન પ્રતીક તરીકે નારીને નાગણી વગેરે શબ્દો લાગુ કરવામાં શાસ્ત્રકારોની યથાર્થતા છે. સ્ત્રી જાતિની નિંદાનો ઉદ્દેશ નથી જ.
બીજા દેશોમાં આ દેશ જેટલી આધ્યાત્મિક દશા માટે વિચારણા પણ થઈ નથી એટલે જે પ્રકારનું સાહિત્ય અને તેના ધ્વનિ અહીં જોવામાં આવે તે બીજે જોવામાં ન આવે, એ સ્વાભાવિક છે.
હવે આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરવાની બાબતને બાદ કરીએ તો સાંસારિક દષ્ટિથી આ દેશની કવિતાઓમાં નારીને જે સ્થાન છે, તેટલું બીજા કયા દેશના સાહિત્યમાં છે? માત્ર એકદેશીય વિચારણાથી ભારતીય વીતરાગ મહાત્માઓના નિરૂપણમાં પરદેશીઓની દોરવણીથી દોષ કાઢવો, એ ભારતનાં સંતાનોને શોભારૂપ નથી.
પરદેશીઓ, નારીઓ અને પાછલી કોમોને આગળ લાવીને. પુરુષોને અને આગલી કોમોને પાછળ કાઢીને, દેશમાં સર્વોપરી પ્રભુત્વ સ્થાપવા માટે એક યુક્તિ કરી રહ્યા છે. કેમ કે, લાખો વર્ષથી આ દેશના આગળ પડતી કોમોના પુરુષોએ કાંઈ પણ સાચવ્યું છે. તેમનામાં અનુભવશકિત વગેરે છે. તેમને અંદરોઅંદર લડાવીને પાછળ પાડીને પછી આગળ પડેલા અશક્તોના હાથમાંથી બધું પડાવી લેવાની એક યુકિત માત્ર જ છે, જે હજુ કોઈ સમજી શકયા નથી. શસ્ત્રની લડાઈ વિના ઘેર ઘેર સ્ત્રી-પુરુષની અને ગામેગામ આગલી અને પાછલી કોમોની આ એક શાંત લડાઈ ગોઠવાઈ ગઈ છે. આ ભેદક વિચારનાં કેટલાંક બીજ તેઓએ ઘણાં વર્ષો પહેલાં – સ્ત્રીકેળવણી, સ્વાતંત્ર્ય વગેરે નામો નીચે આપણા જન્મથીયે પહેલાં – વિચારરૂપે આ દેશમાં ગોઠવ્યો છે અને તેની પાછળ પોતાની લાગવગનો ઉપયોગ કરીને તેને પોષણ આપતા આવ્યા છે, જે બરાબર વિચારવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org