________________
૬૩૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
માત્ર “કાઠે વાડા છે.” એટલું સ્વરૂપજ્ઞાન થાય. પણ કાંઠો શબ્દ ન બોલતાં ગંગા ઉપર ભાર દેવા માટે જ ગંગા શબ્દ વાપર્યો હોય છે. તેથી શ્રોતાને આ ભાસ ઉપરથી શીતળતા અને પવિત્રતાનો વાડાઓમાં ભાસ થાય છે. એવો ભાસ ઉત્પન્ન કરવાનો વકતાઓનો હેતુ છે. “ભાઈ ! અમારા વાડા તો ગંગાજીમાં છે.” એમ ગંગા તરફની ભક્તિ પણ દર્શાવવાનું પ્રયોજન છે. તે જ પ્રમાણે આધ્યાત્મિક પુરુષોને વિષયવાસનાની નિંદા કરવાનું ધ્યેય જેટલું નારી શબ્દમાં લક્ષણા કરીને સચવાય છે, તેટલું નરવાચક શબ્દમાં લક્ષણા કરવાથી નથી સચવાતું. પણ ક્રૂરતા, શૂરવીરતા વગેરે અર્થની લક્ષણા પુરુષવાચક શબ્દમાં કરવાથી વધારે સચવાય છે. આ વિષય શબ્દશકિતના અભ્યાસીઓ સારી રીતે સમજી શકશે.
તો પછી “નારી વાચક શબ્દોમાં લક્ષણા કરવાનું પ્રયોજન શું છે?” એ પ્રશ્ન થશે.
તેનો ખુલાસો એ છે કે, ગૌણ પ્રધાન ન્યાયમાં પ્રધાનની મુખ્ય વિવક્ષા થાય છે. એટલે વિષયવાસનાનું પ્રધાન પ્રતીક નારી છે. અને તેના કુદરતી અથવા વૈજ્ઞાનિક અનેક કારણો છે. અને તે એ કે જનનવિદ્યાની દૃષ્ટિથી જનનક્રિયામાં પુરુષ કરતાં નારીની વધુ જવાબદારી જણાય છે, બીજારોપણ સિવાયની તમામ ઘટના નારી હસ્તક જ હોય છે.
બીજ જો કે પુરુષ આધીન છે, પરંતુ તે ગ્રહણ કરવું, તે ગ્રહણ કરવા મૂંગી રીતે બીજાને આકર્ષવું, બીજ પોષવું, પાળવું વગેરેમાં ક્ષેત્ર તરીકેનું નારી પ્રતીક વધુ ભાગ ભજવે છે. પુરુષ કરતાં નારી આ જગતમાં કોમળ છે, શાંત છે, સ્થિર છે છતાં તે પોતાના કાર્યને માટે બહુ જ સારી રીતે કાર્યક્ષેત્ર છે. કેમ કે, તેની પાસે પ્રીતિ, સ્નેહ, હેત વગેરે ગુપ્ત મિલકતનો કુદરતી ખજાનો છે. કારણ કે, આખા જનનકાર્યમાં તે અખૂટ મિલકત વિના ઠેઠ સુધી તેનાથી અડગ રહી પહોંચી વળી શકાય નહિ. માટે કુદરતે તેને એ બક્ષિસ વધુ આપેલ છે.
આમ પ્રેમ માત્રા નારીના અધિકારમાં વધારે હોવાથી તે જનન ક્રિયાની અધિષ્ઠાત્રી છે. જનનક્રિયા એટલી બધી કડાકૂટવાળી છે કે, તેમાં આધ્યાત્મિક જીવનને અલ્પ અવકાશ મળે છે અને એકંદર આધ્યાત્મિક જીવનમાં બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં આટલી બધી કટાકૂટવાળી આ આખી પ્રવૃત્તિ કેટલી વિઘાતક ગણાય ? બીજી રીતે વિચારીએ તો જનન સાથે આખા સંસારની, વારસાની, વધુ કમાવાની, લાજ આબરૂ ખાતર લડવાની વગેરે અનેક કડાકૂટો જોડાયેલી છે. બીજારોપણ પછી પુરુષ જેટલો તટસ્થ રહી શકે છે, તેટલી નારી જાતિ તટસ્થ રહી શકતી નથી. તેને તે જનનક્રિયા સાંગોપાંગ પહોંચાડવી પડે છે. એટલા જ માટે કુદરતે પણ ખૂબી તો એ મૂકી છે કે, એક પુરુષ અનેક નારીમાં એક દિવસે બીજાધાન કરી શકે છે, પરંતુ એક નારી એક સાથે અનેક પુરુષો તરફથી બીજેનું આધાન મેળવી શકતી નથી. કેમ કે, જનનનો ભાર અમુક હદમાં જ તેનાથી ઉપાડી શકાય ને ?
આટલા જ માટે પુરુષને અનેક સ્ત્રીઓ કરવાની છૂટ રાખવામાં હરકત નથી આવતી. પરંતુ, એક નારીને અનેક પુરુષો એક સાથે રાખી શકાય નહીં. એ રિવાજમાં આ કુદરતી તથ્થાંશ પણ દેખાય છે.
સારાંશ કે, પુરુષપણે અને નારીપણે સ્વતંત્રપણે બન્નેને મોક્ષના અધિકારી ગયા છે. બીજી ઘણી શકિતઓ સમાન ઠરાવી છે. છતાં જ્યાં જ્યાં કુદરતી વિષમતા છે, તેમાં ભેદ પણ સ્વીકાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org