________________
૬૨૬
પંચ પ્રતિકમાણસૂત્રો
પેરવી જણાય છે. આખી પ્રજા જ ગુલામ બનતી જાય છે.
સ્વાતંત્ર્ય શબ્દ માત્રથી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થતું જ નથી. પ્રજા જ સ્વતંત્ર નથી તો સ્ત્રીઓને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કયાંથી થાય? સ્ત્રીઓને પુરુષોની ગુલામીમાંથી છૂટા કરવાની વાત પણ અંદરોઅંદર લડાવી મારવાની વાત જેવી જણાય છે. સ્વાતંત્ર્યના શબ્દ નીચે સ્ત્રીઓ ઘરમાં પુરુષો જોડે લડવાને તૈયાર રહ્યા કરે, તેવું તેનું આજે માનસ ઘડાય છે. સ્વતંત્ર પ્રજામાં સ્ત્રીઓ અને પુરુષો અને સ્વતંત્ર હોય છે પરંતુ, અધિકાર પ્રમાણે જવાબદારી ઉપાડી સ્વેચ્છાએ અંકુશ સ્વીકારવો, એ સ્વતંત્ર પ્રજાનું ભૂષણ છે. એ દષ્ટિથી આ દેશની સ્ત્રીઓએ અને પુરુષોએ પોતપોતાના અધિકાર પ્રમાણે જે મર્યાદાઓ સ્વીકારેલી હતી તેમાં કાળક્રમે એકંદર પ્રજામાં જે સાત્વિકતાનો નાશ થતો ગયો હોય તેને પરિણામે આખી પ્રજાને કાંઈ સોસવું પડે તેના પ્રમાણમાં સ્ત્રીઓને પણ સોસવું પડે એ સ્વાભાવિક છે અને એ વાસ્તવિક પણ છે કે, સમગ્ર પ્રજાના સુખદુ:ખમાં સ્ત્રીઓએ અને પુરુષોએ ભાગ લેવો જ જોઈએ. તો જ પ્રજાકીય સમતોલપણું જળવાય. છતાં એ સાત્વિકતાનો નાશ અને હાલના આર્થિક શોષણથી થયેલી પ્રજાની આર્થિક નબળાઈને લીધે ઉત્પન્ન થયેલી કેટલીક વધુ નૈતિક વિષમ પરિસ્થિતિ. એ બન્નેયનાં પરિણામોને આગળ કરી, સ્ત્રીવર્ગનાં દુઃખો મોટા સ્વરૂપમાં આગળ કરી, સ્ત્રીસ્વાતંત્ર્યને નામે આર્યપ્રજાના સ્ત્રીવર્ગને ઉશ્કેરી તેની સંયમ અને સહનશકિતને ઉશ્કેરી ઊતરતે રસ્તે વહી જવા દેવાના પ્રયત્નો થતા જણાય છે. જો કે દરેક સ્ત્રીઓ એકાએક એવી રીતે દોરવાઈ ન જાય પરંતુ દરેક સમજું ન હોઈ શકે. થોડો થોડો અજ્ઞાન વર્ગ હોય તેમાં અનુક્રમે અસર થતી જાય, તેમ તેમ ઉત્તરોત્તર ઊછરતી પ્રજા ઉપર એ સંસ્કારોની અસર મોટા પ્રમાણમાં સારા સંસ્કારી ઘરના બાળવર્ગમાં પણ વધતી જાય. અને આજનું પ્રચારકાર્ય સ્વાતંત્ર્યને નામે સ્વચ્છંદતાને ટેકો આપવાનું જાહેર વાતાવરણ તથા તેને પોષનારું રાજ્યના કાયદાનું વલણ. આ બધી પરિસ્થિતિથી પરિણામે આર્ય સ્ત્રી જાતિનું કેટલું અધ:પતન થાય તે કલ્પના કરવાથી કે કંપાવનારું છે.
આજે આપણે આપણા ઘરને બદલે ભાવિ પ્રજાના ઘડતરનો આધાર નિશાળો ઉપર મૂકતા જઈએ છીએ. અને નિશાળો એ પરદેશીઓના–સ્વાર્થસિદ્ધિ કરનારી તાલીમનાં–મુખ્ય કેન્દ્રો છે, તેમાંથી આર્યસંસ્કૃતિ અને સંસ્કારને વળગી રહેનારાં બાળકોની આશા શી રીતે રાખી શકાય, તે સમજી શકાતું નથી. એ નિશાળોના તંત્રની ગોઠવણ જ એવી છે કે, તેમાંથી કશી સારી આશા રાખવી નકામી છે. કોદરામાંથી ચોખાની આશા રાખીએ તેના જેવી વાત છે. - સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા એ પણ એક અજબ કોયડો છે. આર્થિક સ્વતંત્રતા કયાંથી આવી પડશે ? દેશમાં દેશી પરદેશી લોકો મોટાં મોટાં કારખાનાં નાંખવાનાં છે. તેમાં પુરુષ-મજૂરો સાથે મોટી સંખ્યામાં સ્ત્રી-મજૂરો પણ સસ્તામાં મળી શકે એ મુખ્ય ધ્યેય સ્ત્રીઓની આર્થિક સ્વાતંત્ર્યની હિલચાલ પાછળ રહેલ છે. અને હાથમાં પૈસા આવ્યા બાદ સ્ત્રી-સ્વાતંત્ર્યની ભાવના સ્ત્રીઓને કઈ કોટી ઉપર લઈ જાય એ વિચારવા જેવું છે. સારાંશ કે, શબ્દો સુંદર અને મીઠા છે. પરંતુ તેની પાછળની યોજનાઓ ભારતીય આર્ય સ્ત્રીઓને આજની નૈતિક સ્થિતિ કરતાં ઊતરતા પગથિયે ઉત્તરોત્તર લઈ જવા માટે પૂરતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org