________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૬૨૭
સ્ત્રીઓના કે પુરુષોના યથાધિકારે સ્વાતંત્ર્ય સામે કોઈનોયે વિરોધ હોય નહીં, નથી અને હતો પણ નહીં.
આ દેશમાં કારીગરો, ખેડૂતો, મજૂરો વગેરેની સ્ત્રીઓ કારીગર, ખેડૂત અને મજૂરની સાથે કામ કરતી આવી છે. અને કુટુંબની આર્થિક ઉત્પમાં ગૌણપણે ફાળો આપતી આવેલ છે. સ્ત્રીઓ બાળઉછેર, ઘર-કામકાજમાં રોકાવા ઉપરાંત ધંધામાં મદદગાર થતી હતી. એટલે ધંધામાં તેનો ફાળો છે કે કેટલેક અંશે ગૌણ હતો, પરંતુ બાળઉછેર અને ઘર-કામકાજમાં જાતમહેનત, કાળજી, ખંતપૂર્વકનાં સાધનો જાળવી રાખવાં, નવાં ઉત્પન્ન કરવાં, વપરાશની દરેક ચીજે વગર પૈસે જાતમહેનતથી કરવી તથા બાળઉછેર કરીને વગર નિશાળે, વગર અખાડે, વગર દવાખાનાએ, નીરોગી, શરીરે મજબૂત અને નાતમાં સન્માનપાત્ર, સંસ્કારી, કારીગર, ખેડૂત અને મજૂરો પ્રજામાંથી દેશને પૂરા પાડતી હતી. આ બધો ખર્ચ જે બચતો હતો તે પણ એક જાતનો મજબૂત આર્થિક ફાળો જ હતો. જેના સોમા અંશનું યે પરિણામ આજની ખર્ચાળ નિશાળો પણ આપી શકતી જ નથી.
અને ઉચ્ચ કોમની સ્ત્રીઓ પણ આ જ રીતે બાળઉછેર તથા ઘરકામકાજમાં કળાપૂર્વક, સ્વચ્છતાપૂર્વક, જરૂરિયાત પૂર્વક પોતાનો શારીરિક અને બૌદ્ધિક શ્રમ ચાલુ રાખતી હતી અને દેશને લાયક, લડાયક યોદ્ધા, રાજ્ય ચલાવનાર, વ્યાપારી, મહાત્માઓ, કળાધર, વિદ્વાન વગેરે પુત્રો પૂરા પાડતી હતી અને જેઓમાંના ઘણા નામાંકિત થઈ ગયા છે, કે જેની જોડી ભવિષ્યમાં પણ આજની દુનિયા જોઈ શકશે નહીં. ઘરકામમાં કરકસર, નવી નવી બનાવટો વગેરેથી ઘણી કરકસર થતી હતી. પાપડ, સેવ, અથાણાં કરવાં, દળવું, ખાંડવું, ધોવું સાફસૂફ કરવું, નવી નવી ખાદ્ય સામગ્રીઓ અને તેની અંગભૂત ચીજો જાતે તૈયાર કરવી વગેરે. આજે તો હીંગ કે હળદર વગેરે પણ બજારમાં ખંડાયેલા જ વપરાય છે.
આવી રીતે સ્ત્રીઓ પણ પૈસા બચાવરાવી આર્થિક ફાળો પૂરો પાડતી હતી. ઉપરાંત, શ્રીમંત ઘરની સ્ત્રીઓ કળાને પોષણ આપતી હતી. સીવણ, ભરતગૂંથણ, ચિત્રણ તથા બીજી અનેક જાતની કળાઓ અને તે કળાવાળી ચીજો જાતે ઉત્પન્ન કરીને તેનો ઘરમાં જ વપરાશ કરવામાં બેવડી તેવડી આર્થિક બચતની સગવડ કરતી હતી. ઘણી ખરી કળાઓનો ઉપયોગ તે સાર્વજનિક સંસ્થાઓ રૂપ ધાર્મિક સંસ્થાઓમાં જ કરતી હતી. જૈન શ્રીમંતની સ્ત્રીઓ પ્રાચીનકાળમાં જ્ઞાનભંડારોનાં પુસ્તકો લખ્યાના દાખલા છે. ઉજમણાનો તમામ સામાન, લગ્નની તમામ સામાન, સાધર્મિક વાત્સલ્યનો તમામ સામાન વગેરે ઘરે જ હાથે બનાવવામાં આવતો હતો. ઉપરાંત મુનિ મહારાજાઓ અને સાધ્વીજીઓને ઉપયોગી પુસ્તકનાં પૂંઠાં, ગૂંથેલી દોરીઓ, નોકારવાળી, ઠંડાસણ, ચરવળા વગેરે પરચૂરણ ચીજો પણ હાથે જ બનાવી આપવામાં આવતી હતી અને પૂંઠાઓ વગેરે ઉપર ભરત પણ ભકિતભર હૃદયથી, શાસ્ત્રોકત શૈલી અનુસાર ભરી આપવામાં આવતા હતા. શું આ આર્થિક મદદ નહીં ગણાય કે? કોઈ પણ બેઠા બેઠા ખાતું નહીં, કુટુંબના વૃદ્ધ, અશકત, આંધળા, બોબડા, મૂંગા, ટૂંઠા, લૂલા, બહેરા વગેરેને પણ કયાંય અનાથાશ્રમમાં મોકલવા પડતા નહીં, એવાં સ્થાનોયે હતાં જ નહીં. કેમ કે, આજના જેટલી પ્રજાની આર્થિક સ્થિતિ ખરાબ પણ નહોતી. તેમ કરવામાં નાનમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org