SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૬૨૫ પાલનનો ઉત્તમ ઉપાય છે. તે માટે પોતાને જરૂરી માત્રા કરતાં વધારે કે ઓછો આહાર ન લેવો. ભૂખ્યા ન રહેવું. એક વખત ખાધેલું પચ્યા વિના ઉપરાઉપર ખાવું નહીં, માટે યોગ્ય અંતર પડવા દેવું. પ્રકૃતિને પ્રતિકૂળ ખોરાક ન લેવો. જેમ બને તેમ સાત્ત્વિક અને સામ્ય ધાતુવર્ધક ખોરાક લેવો. નવાવાડમાં તેમજ બ્રહ્મચર્યની પાંચ ભાવનામાં પણ ખોરાક અને ઉત્તમ સંસર્ગ સેવન ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે. અધ્યશન પ્રથમનું પચ્યા વિના, ખાવા ઉપર ખાવું. અત્યશન વધારે ખાવું. અનશન ન ખાવું. વિષમાશન=બિનવખતે, પાચન થયા વિના કે કાચું કોરું, અયોગ્ય ખાવું. અલ્પાશન =જરૂરી કરતાં ઓછું ખાવું. અયોગ્યાશન પોતાની પ્રકૃતિને માફક ન હોય તે અથવા ખોરાકને લાયક ન હોય તેવા પદાર્થો ખાવા. અતિવ્યવાય અતિ મૈથુન પરિશ્રમ. અતિવ્યાયામ ઘણી અને અયોગ્ય કસરત. અતિનિદ્રા અને અલ્પનિદ્રા ખાસ કારણ વિના દિવસે નિદ્રા વગેરે રોગનાં કારણો છે, અને બ્રહ્મચર્યને હરકત કરનારાં છે. સમાશન, સમવ્યાયામ, સમનિદ્રા વિષમ વ્યવાને બદલે સમવાય અને બ્રહ્મચર્ય, એ સર્વ રોગમાંથી બચાવીને આરોગ્ય આપનારા છે. આરોગ્યમય જીવનની આ અપૂર્વ ચાવી છે. અગાઉના વખતની કથાઓમાં સાંભળવામાં આવે છે કે, રાજકુમારોને સાત્વિક, સૌમ્ય ખોરાક આપવામાં આવતા હતા. અને એવા કછોટાઓ પહેરાવવામાં આવતા હતા કે, જેથી કરીને મળસૂત્રના પ્રચારને અડચણ આવતી નહોતી અને બ્રહ્મચર્યભંગને માટે ઈદ્રિયો ઉશ્કેરાવા સુધ્ધાં પ્રસંગ મળતો નહીં. પૂર્વ દેશમાં આજે પણ ગોળ, તેલ જેવી ગરમ ચીજ ખાવાનો રિવાજ નથી. તેનું કારણ પણ આ જ જણાય છે. જો કે, પાછળથી બીજી પ્રજાઓના સંસર્ગને લીધે આ દેશમાં લાલ મરચાં સ્વાદની લોલુપતાથી વધારે ખાવાનો રિવાજ પડી ગયો છે. લાલ મરચાં પાચક છતાં બ્રહ્મચર્યના કટ્ટા શત્રુ છે. કેમ કે, તેની ગરમી ઠેઠ વીર્યમાં પહોંચીને તેને ઉષ્ણ બનાવી દે છે. આપણા પૂર્વપુરુષોની મૂળ યોજના સૌમ્ય તત્ત્વો ખોરાકમાં કાયમ કરવાની જણાય છે, જેથી વિર્ય અશુદ્ધ પણ ન થાય અને શુદ્ધ વીર્યનો પૂરતો ભરાવો હોવાથી જ્ઞાનતંતુઓ (નર્વસ) પણ મજબૂત અને ટકાઉ બને છે. જે શરીરબંધારણનું મહત્ત્વનું તત્ત્વ છે અને જે દીર્ધાયુષમાં કારણભૂત છે. માણસો એમને એમ જીવન પૂરું કરે છે પરંતુ, યોગ્ય આરોગ્યનો આનંદ ભાગ્યે કોઈક જ લઈ શકતા હશે. ખરેખર, પૂર્વના મહાત્માઓએ આવાં વ્રતો ગોઠવી આપીને પ્રજામાં અનેક પ્રકારની ઉચ્ચ તાલીમ અને બોધ સાથે સંસ્કારની વૃદ્ધિ કરી પ્રજાની પવિત્રતાની ખૂબ રક્ષા કરી મહાનમાં મહાન ઉપકારો કરેલા છે. અનેક ઉપદેશો અને ચોપડીઓ કાંઈપણ અસર કરવાને ઊલટી અવનતિ વધારી રહેલ છે તેને બદલે આવાં વ્રતોના પાલન માટે પ્રતિજ્ઞાઓ લેવડાવીને તેઓની અનેક મુશ્કેલીઓ દૂર કરી સુંદર તાલીમ આપવામાં આવતી હતી, જેમાં બધાં કર્તવ્યોનો સમાવેશ થઈ જાય. ચોપડી વાંચવા છતાં અમલ દૂર રહે છે, ત્યારે વ્રતો આપવાથી અમલની શરૂઆત જ થઈ જાય છે. આજે સ્ત્રી-સ્વાતંત્ર્યને નામે આર્યસ્ત્રી વર્ગને સ્થાનભ્રષ્ટ અને નૈતિક અધ:પાતમાં લઈ જવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy