________________
પંચ પ્રતિકમાગસૂત્રો
૬૨૧
ગણવામાં આવે છે, જે વિનાશક છે.
યુરોપમાં એક પત્નીવ્રત તો માત્ર નામનું જ જોવામાં આવેલ છે. કેમ કે, સાંભળવા પ્રમાણે વ્યભિચાર વધારે હતો અને ગમે તેટલી વાર લગ્ન કરવાની છૂટમાં ચારિત્રનો વિચાર શો કરવાનો હોય ? તેમજ તે પ્રજા એટલી સાત્વિક અને વીર્યવાળી પણ જણાઈ નથી.
ત્યારે અહીંની પ્રજા સાત્વિક અને વીર્યવાળી માનવામાં આવી છે. વળી પુરુષ એકી દિવસે એક કરતાં વધુ સ્ત્રીઓને ગર્ભ ધારણ કરાવી શકે પરંતુ સ્ત્રી એક દિવસે એકથી વધુ ગર્ભધારણ કરી ન શકે. આ કુદરતી નિયમના સંકેતને ધ્યાનમાં લઈને લશ્કર વગેરેમાં એક જ વંશનાં સંતાનોની દષ્ટિથી પુરુષો અનેક સ્ત્રીઓ પરણતા હતા. તેમ છતાં તે બધું મર્યાદામાં હતું જ. પરણ્યા વિના સ્ત્રીનો ઉપભોગ ન કરી શકાય. વેશ્યાઓના ઉપભોગોમાં પણ અમુક રીતે સ્વીકારાયેલી વગેરે મર્યાદાઓ હતી.
ત્યારે આજે તેમાંની મર્યાદાઓનો લોપ થતો જાય છે, અને બીજી રીતે પુરુષોની શારીરિક નબળાઈ છેલ્લાં ૫૦ વર્ષમાં ઘણી વધી ગઈ છે. તેથી એક પત્નીનું પણ પૂરતી રીતે પાલન ન કરી શકે, તે એકપત્નીવ્રત રાખે તેની કિંમત શી ? નબળા પડીને એક પત્નીપણું સ્વીકારવાથી કે બ્રહ્મચારી થવાથી પ્રજાની ઉન્નતિ શી ? તેના કરતાં તો વીર્યવંત પ્રજા તરીકે અનેક પત્ની કરવામાં અલ્પ અવનતિ છે. ત્યારે અત્યારે વ્યભિચાર સૂગની વસ્તુ જ રહી નથી.
જો કે હવે કદાચ તેને માટે પણ કાયદા-અંકુશો કરવામાં આવશે, પણ તેનું પરિણામ સંતતિ નિયમન વગેરેથી ઉત્તમ પ્રજાના નાશમાં આવશે. તેમજ સ્ત્રી-પુરુષોના વધુ શિથિલ ચારિત્રની પરંપરા ચાલશે, જે પ્રજાને શોચનીય સ્થિતિમાં મૂકી દેશે.
પડી રહેલા વિધવા ક્ષેત્રોમાં સંતાનોત્પત્તિ કરવામાં પ્રજાની ઉન્નતિ માનવાની દલીલ કેટલી હાસ્યાસ્પદ છે ? કેમ કે, આખી પ્રજાના નાશના ઉપાયોના અંગભૂત પ્રયત્નમાંથી આદર્શને સિદ્ધાન્તને તથા નૈતિક તત્ત્વને નુકસાન કરનાર કલ્પિત લાભ મેળવવાનો વિચાર બાલિશતા ગણાય.
એટલે કે એકપત્નીત્વનો કાયદો, બાળવિવાહ અને વૃદ્ધ વિવાહનો અટકાવ, સ્ત્રીના સમાન વારસાહકક, છૂટાછેડા, પુનર્વિવાહ, સ્ત્રી-સ્વાતંત્ર્ય, સિવિલ મૅરેજ, લગ્નના મુદતી કરાર, સંતતિનિયમન, જ્ઞાતિ ત્રાસ નિવારણ વગેરે ભારતીય ઉચ્ચ કુટુંબની સ્ત્રીઓને કેવી ભયંકર સ્થિતિમાં મૂકશે એ વિચારવા જેવું છે. તેની કલ્પના ૫૦ વર્ષે શું પરિણામ આવશે તે કરવાથી સમજાશે. પુરુષો દબાશે, પ્રજાનું શિથિલ ચારિત્ર થશે, આંતરજાતિય અને આંતરરાષ્ટ્રીય લગ્નોથી જે એક વિચિત્ર પરિસ્થિતિ ઉત્પન્ન થશે, તેમાં ઉચ્ચ હિંદુઓના વ્યક્તિત્વનો તો લગભગ નાશ જ કલ્પી શકાય છે.
ઉચ્ચ હિંદુઓના સંસ્કાર યુરોપવાસીઓ સ્વીકારશે. તેઓ ભલે સ્વીકારે, પણ અહીંના સંસ્કાર તોડવાને જે યુક્તિ પ્રયુક્તિઓ ગોઠવાય તો તે મહાઅન્યાય છે. એમાં કોઈ પણને લાગ્યા વિના રહેશે નહીં. અને આ દેશમાં કેળવીને તૈયાર કરેલ એક સુધારક વર્ગને આડે રાખીને આ બધી હિલચાલ યુરોપવાસીઓ તરફથી ચાલે છે. કેમ કે, સીધી હિલચાલ હજુ કરી શકાય તેમ નથી, એવું હજુ પ્રજામાં બળ છે. પરંતુ એ બળને થોડું તૂટેલું ગણીને તેમજ ટેકો આપનાર વર્ગને અધિકારીઓ તરીકે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org