SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૦. પંચ પ્રતિક્રમણ સૂત્ર આવશે તે કહી શકાતું નથી. ઉચ્ચ હિંદુ પ્રજાના સ્ત્રી-પુરુષોના બન્નેય વર્ગનો આ કાયદાઓ અને આજના વાતાવરણથી કયારે કેટલા પ્રમાણમાં અધ:પતન થશે તે કહી શકાતું નથી. આખી આર્ય પ્રજાના અસ્તિત્વ ઉપર મોટા ફટકારૂપ આજની શરૂઆત ભાસે છે. છૂટાછેડા એ તો ઉચ્ચ કોમની હિંદુ સ્ત્રીઓ માટે પતનનો છેલ્લો જ પાટલો ગણાય. પ્રથમ તો માત્ર વિધવાઓના લગ્નની વાત કરી દયામણી લાગણીથી પ્રચાર કરીને વિદ્યમાન પતિવાળી સ્ત્રી માટે પણ છૂટાછેડાની હદ સુધી પ્રચારકાર્ય પહોંચાડી દીધું છે. ૧૫ વર્ષની વિધવા માટે મર્યાદિત ઠરાવની હિમાયત કરનાર દેશનેતા પણ એ કાયદા સામે લગભગ ચૂપ છે. એટલે એ મર્યાદા તો માત્ર મહાત્મા તરીકે પોતાનામાં પ્રજાનો વિશ્વાસ ખેંચવા પૂરતી જ હતી. હદય તો જે હતું, તે હવે ખુલ્લું થયું છે. • કેળવણી, સંસ્કાર અને આજુબાજુના વાતાવરણથી સ્ત્રીઓને કે પુરુષોને શિયળ સંપન તૈયાર કરી શકાય છે. આધ્યાત્મિક અને માનસિક કેળવણીના સંસ્કારથી અવિકારી સ્ત્રી-પુરુષો ઉત્પન્ન કરી શકાય છે. અને તેનો વારસો પણ ચલાવી શકાય છે. આજથી ૫૦ વર્ષ પહેલાંનો સ્ત્રીવર્ગ જેટલો શિયળ માટે કાળજીવાળો જણાય છે, તેટલો આ દેશનો આજકાલનો સ્ત્રીવર્ગ જણાતો નથી. તેનું કારણ તેઓનો સંસ્કારી વારસો હતો, ત્યારે આજે પતનનું વાતાવરણ છે. હાલના સ્ત્રીવર્ગ સામે શિયળની શિથિલતાના અનેક સંજોગો ધરવામાં આવે છે. નાટકો, સિનેમા, તેવા પ્રકારની વાર્તાઓ, માસિકો, વર્તમાનપત્રો, ફોટાઓ, ભાષણો, કાયદાઓ, પ્રચાર કરનારાઓ, સહશિક્ષણ, મર્યાદાનો અભાવ, આછકલા વેશ, પુનર્વિવાહ વગેરેની ચર્ચા, તેવા પ્રકારની કોઈ કોઈ શિક્ષિકાઓ, ધાર્મિક વાતાવરણનો અભાવ, એવા ધાર્મિક વાતાવરણમાંથી જેમ બને તેમ છૂટા પડવાનો પ્રયત્ન, પરદેશોમાં જવું-આવવું, કુટુંબાદિક મર્યાદાઓનો અભાવ, સ્વાતંત્ર્યની ખોટી હવા, પુનર્વિવાહ અને છૂટાછેડાને પ્રગતિ ગણવી, સ્ત્રી-પુરુષોના અતિ સંસર્ગ, કારખાનામાં કામકાજમાં ભેળસેળ, ટ્રામ-બસ-રેલવેમાં અડોઅડ બેસવું વગેરે. અને આ બધા વાતાવરણની અસર પુરુષો ઉપર પણ થઈને પુરુષો પણ શિથિલ ચરિત્રવાળા થયા છે. સ્ત્રીઓમાં પણ માનસિક શૈથિલ્ય પહેલાંના કરતાં પ્રમાણમાં વધતું જાય છે. શિથિલ શિયળવાળી માતાઓનાં સંતાનોને વારસો જ તેવો મળશે, એમ ઉત્તરોત્તર પ્રજા ભ્રષ્ટ ચારિત્રવાળી બનતી જાય એ સ્વાભાવિક છે. જો કે આ દેશના પુરુષો એક ઉપર વધારે સ્ત્રીઓ, સંતાનની અપેક્ષા કરતા હતા, પરંતુ આજના જેટલું શિથિલ ચારિત્ર નહોતું. કેમ કે, તે પુષ્કળ મર્યાદાઓ વચ્ચે થતું હતું. પરસ્ત્રીગમન, વેશ્યાગમન, સંતાન વિના વિષયવાસના માટે એક કરતાં વધુ સ્ત્રીઓના દાખલા પણ ઘણા મળે તેમ છે. છતાં શિષ્ટ લોકોનો અંકુશ હોવાથી ઘણાં કુટુંબોમાં ચારિત્રમાં કંઈક દઢતા હતી. પુરુષોના વારસાની જવાબદારી માટે પણ બીજી સ્ત્રીને માટે અપાયેલી મૂળ છૂટનો ઘણે અંશે દુરુપયોગ થયેલાના દાખલા છે. છતાં આજના જેટલો પુરુષ વર્ગ ત્યારે શિથિલ નહોતો, આજની શિથિલતા અજબ છે. ખૂબી તો એ છે કે, આને શિથિલતા ગણવામાં આવતી નથી, પણ સહજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy