________________
પંચ પ્રતિકમણસૂત્રો
૬૧૯
વાતાવરણમાં ઉછેર અને સહવાસ વગેરેથી જે સ્થિતિ થાય, તેમજ પૂર્વાપરની કુટુંબમર્યાદા, તપસ્વી, બ્રહ્મચારીણી અને સદાચારી સાધ્વીઓ વગેરેનો સહવાસ, સંયમના દરરોજના ઉપદેશ, વ્રતો, પ્રત્યાખાનો, સંયમપ્રધાન શાસ્ત્ર અને દષ્ટાન્તોના શ્રવણ વગેરેથી આજની કેળવાયેલી સ્ત્રીઓ દૂર થતી જાય, ત્યારે ધનના પ્રસંગથી તેમની બાહ્ય સ્વતંત્રતા ભલે ગમે તેટલી જોવામાં આવે. પરંતુ, ચારિત્રશિથિલતા કે આજના કરતાં ઊતરતો સંયમ આવે અને માનસિક નબળાઈઓ વધી પડે તો, પછી તે કેટલી અધમ સ્થિતિ ગણાય ? અને તેમાં ઉન્નતિ શી ? એમ તો વિષયવાસનાની અમર્યાદ છૂટ પશુઓમાં પણ વધુ પ્રમાણમાં દેખાય, એટલે શું કોઈ તેને વધુ ઉન્નત કહી શકશે ? માનસિક ઉન્નતિ એ જ પ્રજાની ખરી ઉન્નતિ છે. આર્થિક, રાજકીય, પ્રજાકીય, શારીરિક, સાંસ્કારિક વગેરે કોઈ પણ ઉન્નતિનું કેન્દ્ર માનસિક ઉન્નતિ જ છે.
આજે જે કાંઈ માનસિક ઉન્નતિનો દરજજો આપણાં ઉચ્ચ કુટુંબોની સ્ત્રીઓમાં ટકેલો છે, તેના કરતાં જે ઉપર જણાવેલી સ્વતંત્રતાઓને લીધે ઊતરી પડાય તો તેમાં ઉન્નતિ શી ? તે પૂરેપૂરી અવનતિ જ ગણાય.
અને પુરૂષોની તો માનસિક આર્થિક તથા બીજી અનેક જાતની અવનતિ ઉપરના કાયદાને લીધે થાય, તો પછી આખીયે પ્રજાનો અંત વહેલો જ આવી જાય, તેમાં આપણી સ્ત્રી-જાતિને શું વધારે મેળવવાનું છે.
કોઈ કહેશે કે, સ્ત્રીઓમાં સ્વતંત્રતાને અંગે સંસ્કાર અને શક્તિ ટકેલી હશે તો બીજી સુધરેલી પ્રજાના પુરુષોનો લાભ લઈ શકશે અથવા તે પ્રજાને આ સ્ત્રીઓનો લાભ મળશે અને કોઈ વધુ સુંદર પ્રજા થશે, પરંતુ આ પરિણામ તો અત્યન્ત ભયંકર જ ગણાય. કરોડો વર્ષની સંસ્કારી પ્રજાનું વ્યભિચારમય સંકરજીવન જેવું બીજું અધ:પતન ગણાય જ નહિ.
કોઈ કહેશે કે, તમો આટલી બધી છેવટની કલ્પના સુધી કેમ પહોંચો છો ? તેના જવાબમાં કહેવાનું કે, આ કલ્પના નથી. ભવિષ્યમાં સારી પ્રજા ઉત્પન્ન કરવાના બહાના નીચે આજે અન્ય પ્રજાના સશક્ત પુરુષોના સંયોગની વાતોની હવા મજબૂત રીતે ચાલી રહી છે. આજે ઊછરતી બાળાઓની સામે જે જાતનું વાતાવરણ, સંસ્કાર, શિક્ષણ ગોઠવવામાં આવે છે, તેની પાછળ કાયદાઓની જે પીઠ ગોઠવવામાં આવે છે, તેના ભાવિ પરિણામની કલ્પના કરતાં એ પરિણામ અસંભવિત માની શકાતું નથી. અને એક પગલું ચૂકયા પછી, મુદ્દાની બાજી હાથમાંથી છટકી ગયા પછી, કેટલી હદ સુધી પતન થાય ? તે કહી શકાય જ નહીં, કયાં સુધી ગબડી પડાય ? તે કોઈ ચોકકસ કહી શકે નહીં કે, અમુક હદથી આગળ પતન નહિ થાય, એમ મર્યાદા ન બાંધી શકાય.
બીજી તરફ અહીંના પુરુષોનો ઉપયોગ પરદેશની સ્ત્રીઓ માટે ખુલ્લો થતો જાય છે. ત્યાં અભ્યાસ વગેરે માટે જતા લોકોની સામે જે જે લાલચો મૂકવામાં આવે છે, તે છાપામાં વાંચતાં આપણને ચારિત્રમાં જે ભાવિ અધ:પતનનો ભાસ થાય છે; તે કમકમાટી ઉપજાવે તેવો જણાય છે. ગમે તેવી પણ આજની હિંદુ કુટુંબોમાં ચાલતી મર્યાદાઓના કિલ્લા તૂટી ગયા પછી શું પરિણામ પ્રજા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org